Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

admin

E-Mail: You need to be a registered (and logged in) user to view admin email address

Total Articles : 1433

સંપૂટ: ૨ (વચનામૃતમ્)

સત્સંગમાં કુસંગ તે શું છે ? તો જે ‘વાતના કરનારા હિંમત વિનાની વાત કરે છે’ તે સત્સંગમાં કુસંગ છે. ગઢડા પ્રથમનું ૧૭મું વાસનાવાળા ત્યાગી કરતાં તો ગૃહસ્થ ઘણો શ્રેષ્ઠ છે, જો ગૃહસ્થના ધર્મ સચવાય તો! પણ ગૃહસ્થના ધર્મ ઘણા કઠણ છે અને અનંત પ્રકારનાં સુખદુ:ખ આવી પડે ત્યારે સંતની સેવામાંથી અને ધર્મમાંથી મનને આડું અવળું ડોલવા દે નહિ અને ગમે તેવું ભારે દુ:ખ આવી પડે પણ તેણે કરીને પાછો પડે નહિ, એવો જે ગૃહસ્થ તે અતિ શ્રેષ્ઠ છે. ગઢડા પ્રથમનું ૧૪મું જેને સાક્ષાત્ ભગવાનની પ્રાપ્તિ થઇ છે તેને અંતકાળે સ્મૃતિ રહે અથવા ન રહે તો પણ તેનું અકલ્યાણ થાય નહિ, તેની તો ભગવાન રક્ષા કરે છે. અને જે ભગવાન થકી વિમુખ છે તે તો બોલતાં-ચાલતાં દેહ મુકે છે તો પણ તેનું કલ્યાણ થાતું નથી અને મરીને યમપુરીમાં જાય છે. ગઢડા પ્રથમનું ૧૪મું પંચ વિષયને સમજ્યા વિના જે ભોગવશે અને સાર અસારનો વિભાગ નહિં કરે અને તે નારદ, સનકાદિક જેવો હશે તેની પણ બુદ્ધિ ભ્રષ્ટ થઇ જશે. ગઢડા પ્રથમનું ૧૮મું આ જીવ છે તે જેવી સોબત કરે છે તેવું એનું અંત:કરણ થાય છે; તે જ્યારે એ જીવ વિષયી જીવની સભામાં બેઠો હોય તે સમે તેનું અંત:કરણ બીજી જાતનું થઇ જાય છે. અને તૃણની ઝુંપડી હોય ને તેમાં ફાટેલ ગોદડીવાળા પરમહંસની સભા […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 2775

સંપૂટ: ૧ (વચનામૃતમ્)

જે મનુષ્યના મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહે છે તેને તેથી બીજી અધિક પ્રાપ્તિ શાસ્ત્રમાં કહી નથી. કાં જે ભગવાની મૂર્તિ છે તેતો ચિંતામણી તુલ્ય છે. ગઢડા પ્રથમનું ૧લું ભગવાનનો ભકત હોય તેને ભગવાનની મૂર્તિનું ઘ્યાન કરતાં જે પદાર્થ આડું આવીને આવરણ કરે તેને માયા કહીએ. ગઢડા પ્રથમનું ૧લું જે સાધુને સંગે કરીને ભગવાનનું માહાત્મ્ય પરિપૂર્ણ જાણ્યામાં આવે છે તે સાધુ જ્યારે પોતાના સ્વભાવ ઉપર વાત કરે છે ત્યારે તે સ્વભાવને મુકી શકતો નથી અને તે વાતના કરનારા જે સાધુ તેનો અવગુણ લે છે, તે પાપે કરીને સત્સંગમાં ગાઢ પ્રીતિ થાતી નથી. ગઢડા પ્રથમનું ૧લું જેને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય, તેણે પણ ભગવાને જે જે અવતારે કરીને જે જે સ્‍થાનકને વિષે જે જે લીલા કરી હોય તે સંભારી રાખવી. અને બ્રહ્મચારી, સાધુ તથા સત્સંગી તેની સાથે હેત રાખવું. અને એ સર્વેને સંભારી રાખવા. ગઢડા પ્રથમનું ૩જું ઈર્ષ્યા કરવી તો એવી કરવી જે જેની ઉપર ઈર્ષ્યા હોય, તેના જેવા ગુણોને ગ્રહણ કરવા અને પોતાના અવગુણને ત્યાગ કરવા, અને તેવું ન થવાય ને જે ઈર્ષ્યાએ કરીને ભગવાનના ભકતનો દ્રોહ થાય તેવી ઈર્ષ્યાનો તો ભગવાનના ભકતને સર્વ પ્રકારે ત્યાગ કરવો. ગઢડા પ્રથમનું ૪થું ઘ્યાન કરતાં મૂર્તિ હૃદયને વિષે ન દેખાય તો પણ ઘ્યાન કરવું, પણ કાયર થઇને તે ઘ્યાનને મુકી દેવું […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 3984

શિક્ષાપત્રી શ્લોક – ૧૫

અને જે માંસ છે તે તો યજ્ઞનું શેષ હોય તોપણ આપત્કાળમાં પણ કયારેય ન ખાવું અને ત્રણ પ્રકારની સુરા અને અગિયાર પ્રકારનું મદ્ય તે દેવતાનું નૈવેદ્ય હોય તો પણ ન પીવું. ।।૧૫।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 1353

શિક્ષાપત્રી શ્લોક – ૧૬

અને કયારેક પોતાવતે કાંઇક અયોગ્ય આચરણ થઇ ગયું હોય અથવા કોઇ બીજા વતે અયોગ્ય આચરણ થઇ ગયું હોય તો શસ્ત્રાદિકે કરીને પોતાના અંગનું તથા બીજાના અંગનું છેદન ન કરવું અથવા ક્રોધે કરીને પણ પોતાના અંગનું તથા બીજાના અંગનું છેદન ન કરવું.।।૧૬।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 1329

શિક્ષાપત્રી શ્લોક – ૧૭

અને ધર્મ કરવાને અર્થે પણ અમારા સત્સંગી કોઇએ ચોરનું કર્મ ન કરવું અને ધણિયાતું જે કાષ્ટ, પુષ્પ આદિક વસ્તુ તે તેના ધણીની આજ્ઞા વિના ન લેવું. ।।૧૭।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 1319

શિક્ષાપત્રી શ્લોક – ૧૮

અને અમારા આશ્રિત જે પુરુષ તથા સ્ત્રીઓ તેમણે વ્યભિચાર ન કરવો અને જુગટું આદિક જે વ્યસન તેનો ત્યાગ કરવો અને ભાંગ્ય, મફર,માજમ ગાંજો એ આદિક જે કેફ કરનારી વસ્તુ તે ખાવી નહિ અને પીવી પણ નહિ.।।૧૮।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 1304

શિક્ષાપત્રી શ્લોક – ૧૯

અને જેના હાથનું રાંધેલ અન્ન તથા જેના પાત્રનું જળ તે ખપતું ન હોય તેણે રાંધેલ અન્ન તથા તેના પાત્રનું જળ તે શ્રીકૃષ્ણ ભગવાનની પ્રસાદિ ચરણામૃતના માહાત્મ્યે કરીને પણ જગન્નાથપુરી વિના અન્ય સ્થાનકને વિષે ગ્રહણ ન કરવું અને જગન્નાથપુરીને વિષે જગન્નાથજીનો પ્રસાદ લેવાય તેનો દોષ નહિ. ।।૧૯।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 168

શિક્ષાપત્રી શ્લોક – ૨૦

અને પોતાના સ્વાર્થની સિદ્ધિને અર્થે પણ કોઇને વિષે મિથ્યા અપવાદ આરોપણ ન કરવો અને કોઇને ગાળ તો કયારેય ન દેવી. ।।૨૦।। read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 174
Powered By Indic IME