સંવત્ ૧૮૮૫ના આસો શુદિ ૧૫ પૂનમને દિવસ રાત્રિને સમે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્યે દાદાખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિષે ફળિયાની વચ્ચે ઢોલિયો ઢળાવીને તે ઉપર વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ કૃપા કરીને સર્વ હરિજન પ્રત્યે બોલ્યા જે, “જે ભગવાનનો ભક્ત હોય તે નિત્યે ભગવાનની માનસી પૂજા કરે. તે માનસી પૂજા કરવાની એમ વિકિત છે જે, ઉનાળો, શિયાળો ને ચોમાસું એ ત્રણ ઋતુને વિષે નોખી નોખી માનસી પૂજા કરવી. તેમાં ઉનાળાના ચાર મહિના સુધી તો એમ પૂજા કરવી જે સારૂં ટાઢું સુગંધિમાન પવિત્ર જળ હોય તેણે કરીને ભગવાનને પ્રથમ નવરાવવા ને પછી ધોયેલો ધોળો ખેસ સુંદર ઝીણો ને ધાટો હોય તે પહેરવા આપવો, તે પછી સુંદર આસન ઉપર વિરાજમાન એવા જે ભગવાન તેના અંગઅંગને વિષે સુંદર મળિયાગર ચંદન ધસીને વાટકામાં ઉતારી રાખ્યું હોય તે ચર્ચવું. તે પ્રથમ તો લલાટને વિષે ચચર્ીને લલાટને સારી પેઠે નીરખવું. તથા હાથને વિષે ચચર્ીને હાથને સારી પેઠે નીરખવા, તથા હૃદય, ઉદર, સાથળ, પીંડી એ આદિક જે અંગ તેને વિષે ચંદનનું લેપન કરી કરીને તે તે અંગને નીરખવાં. તથા ચરણાવિંદની ઉપર ને તળે સુંદર કુંકુમ ચોપડવું ને તે ચરણારવિંદને નીરખવાં, પછી મોગરા, ચમેલી, ગુલાબ, ચંપો એ આદિક જે […]
read more
Edit |
Renew |
Delete |
(expires in days)