Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

admin

E-Mail: You need to be a registered (and logged in) user to view admin email address

Total Articles : 1433

ગઢડા મઘ્ય ૪૨ : સગુણપણું-નિર્ગુણપણું અક્ષરને વિષે છે – કુંચીનું

સંવત્ ૧૮૮૦ના માગશર વદિ ૧૨ દ્વાદશીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી ભગવદાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને પ્રશ્ર્ન પુછયો જે, “હે મહારાજ ! ભગવાનના એક એક રોમને વિષે અનંત કોટિ બ્રહ્માંડ રહ્યાં છે તે કેવી રીતે રહ્યાં છે, અને બ્રહ્માંડમાં કયે કયે ઠેકાણે ભગવાનના અવતાર થાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “પુરૂષોત્તમ ભગવાનનું જે અક્ષરધામ તેના બે ભેદ છે. એક સગુણપણું ને બીજું નિર્ગુણપણું અને પુરૂષોત્તમનારાયણ છે તેને તો સગુણ ન કહેવાય. ને નિર્ગુણ પણ ન કહેવાય. અને સગુણ નિર્ગુણ ભેદ તો અક્ષરને વિષે છે. તે અક્ષર નિર્ગુણપણે તો અણુ થકી પણ અતિ સૂક્ષ્મસ્‍વરૂપે છે અને સગુણ સ્‍વરૂપે તો જેટલું મોટું પદાર્થ કહેવાય તે થકી પણ અતિશય મોટું છે. તે અક્ષરના એક એક રોમને વિષે અણુની પેઠે અનંત કોટિ બ્રહ્માંડ રહ્યાં છે, તે કાંઇ બ્રહ્માંડ અક્ષરને વિષે નાનાં થઇ જતાં નથી. એ તો અષ્‍ટાવરણે સહવર્તમાન હોય પણ અક્ષરની અતિશે મોટપ છે તેની આગળ બ્રહ્માંડ અતિશે નાનાં દેખાય છે. જેમ ગિરનાર પર્વત છે. તે મેરૂ આગળ અતિશે નાનો દેખાય અને લોકાલોક પર્વતની આગળ મેરૂ પર્વત અતિશે નાનો દેખાય, તેમ બ્રહ્માંડ તો આવડાં ને આવડાં […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 168

ગઢડા મઘ્ય ૪૩ : બ્રહ્મસ્વરૂપ પ્રીતિનું

સંવત્ ૧૮૮૦ના પોષ શુદિ ૪ ચોથને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાંથી અયોઘ્‍યાવાસીને ઘેર ગાદીતકીયા ઉપર વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. અને પ્રેમાનંદસ્વામી સરોદો લઇને કીર્તન ગાવતા હતા. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “લ્‍યો પ્રશ્ર્ન ઉત્તર કરીએ.” એમ કહીને શ્રીજીમહારાજે પુછયું જે, “જે ભગવાનનો ભક્ત ગુણાતીત હોય ને કેવળ  સત્તારૂપે વર્તતો હોય, અને તેને વિષે વૈરાગ્‍યરૂપ જે સત્ત્વગુણ અને વિષયમાં પ્રીતિરૂપ જે રજોગુણ અને મૂઢપણારૂપ જે તમોગુણ એ ત્રણે ગુણના ભાવ તો ન હોય, અને તે તો કેવળ ઉત્‍થાને રહિત શૂન્‍યસમતા ધરી રહે, ને સુષુપ્‍તિ જેવી અવસ્‍થા વર્તે, એવી રીતે સત્તારૂપે રહ્યો જે નિર્ગુણ ભક્ત તેને ભગવાનને વિષે પ્રીતિ હોય કે ન હોય ? એ પ્રશ્ર્ન છે.” પછી મુકતાનંદસ્વામીએ કહ્યું જે, “જે સત્તારૂપે વર્તે તેને ભગવાનને વિષે પ્રીતિ તો ૨હોય.” ત્‍યારે શ્રીજીમહારાજે પુછયું જે, “સત્તારૂપ રહ્યો એવો જે એ ભક્ત તેને ભગવાનને વિષે પ્રીતિ છે તે આત્‍માને સજાતિ છે કે ૪વિજાતિ છે ?” પછી મુકતાનંદસ્વામીએ કહ્યું જે, “એ પ્રીતિ તો આત્‍માને ૫સજાતિ છે.” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “મઘ્‍વાચાર્ય, નિંબાર્ક ને વલ્‍લભાચાર્ય, એમણે આત્‍મારૂપે રહીને જે ભગવાનને વિષે પ્રીતિ કરવી એ પ્રીતિને ૬બ્રહ્મસ્‍વરૂપ કહી છે. માટે ગુણાતીત થઇને જે ભગવાનને વિષે પ્રીતિ કરે છે […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 168

ગઢડા મઘ્ય ૪૪ : દૈવી – આસુરી જીવના લક્ષણ

સંવત્ ૧૮૮૦ ના પોષ સુદી ૮ અષ્‍ટમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજે મુકતાનંદ સ્વામીને પુછયું જે, ”જ્યારે કોઇક હરિભક્તનો અવગુણ આવે ત્‍યારે મોરે જેટલા તેમાં દોષ સુઝતા હોય એટલા ને એટલા સુઝે કે કાંઇ વધુ સુઝે ?” પછી મુકતાનંદ સ્વામી બોલ્‍યા જે, “અટકળે તો એમ જણાય  છે જે મોરે સુઝતા એટલા ને એટલા સુઝે છે.” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “એ વાતમાં તમારી નજર પડી નહિ. એટલા ને એટલા અવગુણ સુઝતા હોય તો અવગુણ આવ્‍યો એમ કેમ કહેવાય ? માટે એતો ભૂંડા દેશ, કાળ, ક્રિયા, સંગ આદિકને યોગે કરીને બુદ્ધિ પલટાઇને બીજી રીતની જ થઇ જાય છે. તેણે કરીને અવગુણ વધુ સુઝે છે. ત્‍યારે એમ જાણવું જે, ‘બુદ્ધિને વિષે ભૂંડા દેશ કાળાદિકનું દૂષણ લાગ્‍યું છે.’ અને અમે તો એમ જાણીએ છીએ જે, ‘જેને પૂર્વે મોટા પુરૂષનો સંગ હશે, અથવા ભગવાનનું દર્શન થયું હશે, તેને તો પોતાના જ અવગુણ ભાસે પણ બીજા હરિભક્તના અવગુણ ભાસે જ નહિ.’ અને એવાં જેનાં લક્ષણ હોય તેને દૈવી જીવ જાણવો. અને જે આસુરી જીવ હોય તેને તો પોતામાં એકે અવગુણ ભાસે નહિ, અને બીજા જે […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 162

ગઢડા મઘ્ય ૪૫ : એકાવન ભૂતનું ટોળું કાઢવાનું

સંવત્ ૧૮૮૦ ના પોષ વદિ ૧ પડવાને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “તમે સર્વે મુનિ મંડળ તથા બ્રહ્મચારી તથા ગૃહસ્‍થ સત્‍સંગી તથા પાળા તથા અયોઘ્‍યાવાસી એ તમે સર્વે મારા કહેવાઓ છો, તે જો હું ખટકો રાખીને તમને વર્તાવું  નહિ, અને તમે કાંઇક ગાફલપણે વર્તો, તે અમારા થકી દેખાય નહિ. માટે જે જે મારા કહેવાયા છો, તેમાં મારે એક તલ માત્ર કસર રહેવા દેવી નથી. માટે તમે પણ સુધા સાવધાન રહેજ્યો; જો જરાય ગાફલાઇ રાખશો તો તમારો પગ ટકશે નહિ, અને મારે તો જે તમે ભગવાનના ભક્ત છો તેના હૃદયમાં કોઇ જાતની વાસના તથા કોઇ જાતનો અયોગ્‍ય સ્‍વભાવ તે રહેવા દેવો નથી. અને માયાના ત્રણ ગુણ, દશ ઇન્‍દ્રિયો, પંચ પ્રાણ, ચાર અંત:કરણ, પંચભૂત, પંચવિષય, અને ચૌદ ઇન્‍દ્રિયોના દેવતા, એમાંથી કોઇનો સંગ રહેવા દેવો નથી. ને એ સર્વે માયિક ઉપાધિ થકી રહિત સત્તામાત્ર એવો જે આત્‍મા તે રૂપે થઇને ભગવાનની ભકિત કરો એવા સર્વેને કરવા છે, પણ કોઇ જાતનો માયાનો ગુણ રહેવા દેવો નથી. અને આ જન્‍મમાં સર્વે કસર ન ટળી તો બદ્રિકાશ્રમમાં જઇને તપ કરીને સમગ્ર વાસના બાળીને ભસ્‍મ […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 164

ગઢડા મઘ્ય ૪૬ : મરણદોરીનું – એકાંતિક ધર્મમાંથી પડયાનું

સંવત્ ૧૮૮૦ના પોષ વદિ ૧૧ એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં આથમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પીળી છીંટની રજાઇ ઓઢી હતી, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી, ને ઝાંઝ મૃદંગ લઇને સંત કીર્તન ગાવતા હતા. પછી કીર્તન ગાઇ રહ્યા ત્‍યારે શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “આ સંસારને વિષે જે સત્‍પુરૂષ હોય,  તેને તો કોઇક જીવને લૌકિક પદાર્થની હાણ વૃદ્ધિ થતી દેખીને તેની કોરનો હર્ષ શોક થાય નહિ, અને જ્યારે કોઇકનું મન ભગવાનના માર્ગમાંથી પાછું પડે ત્‍યારે ખરખરો થાય છે, કાં જે, થોડાક કાળ જીવવું ને એનો પરલોક બગડશે માટે એને મોટી હાણ થાય છે. અને ભગવાનના જે અવતાર પૃથ્‍વીને વિષે થાય છે તે ધર્મના સ્‍થાપનને અર્થે થાય છે, તે કેવળ વર્ણાશ્રમના ધર્મ સ્‍થાપન કરવાને અર્થે જ નથી થતા, કેમ જે વર્ણાશ્રમના ધર્મ તો સપ્‍તર્ષિ આદિક જે પ્રવૃત્તિધર્મના આચાર્ય છે તે પણ સ્‍થાપન કરે છે. માટે એટલા સારૂંજ ભગવાનના અવતાર નથી થતા. ભગવાનના અવતાર તો પોતાના એકાંતિક ભક્તના જે ધર્મ તેને પ્રવર્તાવવાને અર્થે થાય છે. અને વળી જે એકાંતિક ભક્ત છે તેને દેહે કરીને મરવું એ મરણ નથી. એને તો એકાંતિકના ધર્મમાંથી પડી જવાય એ જ મરણ છે. તે જ્યારે ભગવાન કે ભગવાનના […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 203

ગઢડા મઘ્ય ૪૭ : પાતાળ સુધી પૃથ્વી ફાટયાનું

સંવત્ ૧૮૮૦ ના મહા વદિ ૧૦ દશમીને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા, ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, ને પીળી છીંટની રજાઇ ઓઢી હતી, ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “જે સંતની પાસે ચાર સાધુ રહેતા હોય, તેને જો મન દઇને માણસાઇએ રાખતાં આવડતું હોય તો તેની પાસે સાધુ રાજીપે રહે; અને જેને સાધુને રાખતાં આવડે નહિ તેની પાસે સાધુ રહે પણ નહિ. અને જે સાધુને મોક્ષનો ખપ હોય તેને તો જેમ દુ:ખવીએ ને વિષયનું ખંડન કરીએ તેમ અતિ રાજી થાય. જેમ આ મુકતાનંદસ્વામીને ક્ષયરોગ થયો છે તે દહીં, દુધ, ગળ્‍યું, ચીકણું કાંઇ ખાવા દેતો નથી, તેમ જે સમજુ હોય તેને એમ જણાય જે, આ રોગે સારૂં સારૂં ખાવાપીવાનું સર્વે ખંડન કરી નાખ્‍યું. માટે આ તો ક્ષયરોગ રૂપે જાણીએ કોઇક મોટા સંતનો સમાગમ થયો હોય ને શું ? એમ ભાસે છે. શા માટે જે શિશ્ર્ન ને ઉદર એ બેને વિષે જે જીવને આસકિત છે, એ જ અસત્‍પુરૂષપણું છે, તે ક્ષયરોગ એ બેય પ્રકારની ખોટને કાઢે એવો છે, તેમ એ રોગની પેઠે જે સત્‍પુરૂષ હોય તે વિષયનું ખંડન કરતા હોય ત્‍યારે મુમુક્ષુ હોય તેને તેમાં દુ:ખાઇ જવું નહિ. અને જે ખાધાપીધાની […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 181

ગઢડા મઘ્ય ૪૮ : “વંદુ”ના કીર્તનનું – સંતના મઘ્યમાં જન્મ ધરવાનું

સંવત્ ૧૮૮૦ના મહા વદિ ૧૪ ચૌદશને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં, અને તુલસીની નવીન શ્વેત કંઠીઓ કંઠને વિષે ધારણ કરી હતી, ને પાઘને વિષે પીળા પુષ્પનો તોરો વિરાજમાન હતો, ને કંઠને વિષે પુષ્પના હાર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. અને સાધુ પ્રેમાનંદસ્વામી ભગવાનના ઘ્‍યાનના અંગની ગરબીઓ જે, “વંદુ સહજાનંદ રસરૂપ અનુપમ સારને રે લોલ” એ ગાવતા હતા. પછી જ્યારે ગાઇ રહ્યા ત્‍યારે શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “બહુ સારાં કીર્તન ગાયાં. આ કીર્તનને સાંભળીને તો અમારા મનમાં એમ વિચાર થયો જે, ‘આવી રીતે એને ભગવાનની મૂર્તિનું ચિંતવન છે, માટે એ સાધુને તો ઉઠીને સાષ્‍ટાંગ દંડવત્ પ્રણામ કરીએ.’ અને જેને આવી રીતે અંત:કરણમાં ભગવાનનું ચિંતવન થતું હોય, ને એવી વાસનાએ યુક્ત જો દેહ મુકે, તો તેને ફરીને ગર્ભવાસમાં જવું પડેજ નહિ. અને એવી રીતે ભગવાનનું ચિંતવન કરતાં જીવતો હોય તોપણ એ પરમપદને પામ્‍યો જ છે. અને જેવા શ્વેતદ્વીપમાં નિરન્નમુક્ત છે તેવો જ એ પણ નિરન્નમુક્ત થઇ રહ્યો છે. અને દેહક્રિયા તો યોગ્‍ય હોય એટલી સહેજે જ થાય છે, અને જેને ભગવાનના સ્‍વરૂપનું એવી રીતે ચિંતવન થાય છે તે તો કૃતાર્થ થયો છે, ને તેને કાંઇ કરવું બાકી […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 181

ગઢડા મઘ્ય ૪૯ : ભગવાન અને માયિક આકારમાં ઘણો ફેર છે તેનું – કથાકીર્તનાદિકમાં તૃપ્તિ ન પામવાનું

સંવત્ ૧૮૮૦ના ફાગણ શુદિ ૨ બીજને દિવસ સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરની આગળ આથમણે બાર મેડીની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદીતકિયા બિછાવીને વિરાજમાન હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં. અને પાઘમાં ધોળાં પુષ્પનો હાર લટકતો મુકયો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ  બોલ્‍યા જે,”પ્રત્‍યક્ષ ભગવાનની જે મૂર્તિ ને બીજા જે માયિક આકાર એ બેયને વિષે તો ધણો ફેર છે. પણ જે અજ્ઞાની છે ને અતિશય  મૂર્ખ છે તે તો ભગવાન અને માયિક આકારને સરખા જાણે છે, કેમ જે, માયિક આકારના જે જોનારા છે, ને માયિક આકારના જે ચિંતવન કરનારા છે. તે તો અનંત કોટિ કલ્‍પ સુધી નરક ચોરાશીને વિષે ભમે છે, અને જે ભગવાનના  સ્‍વરૂપનાં દર્શન કરનારા છે ને ભગવાનના સ્‍વરૂપના ચિંતવન કરનારા છે, તે તો કાળ, કર્મ ને માયા એ સર્વેના બંધન થકી છુટીને અભય પદને પામે છે, ને ભગવાનના પાર્ષદ થાય છે. માટે અમારે તો ભગવાનની કથા, કીર્તન કે વાર્તા કે ભગવાનનું ઘ્‍યાન એમાંથી કોઇકાળે મનની તૃપ્‍તિ થતી જ નથી, ને તમારે પણ સર્વેને એવી જ રીતે કરવું.” ઇતિ વચનામૃતમ્ ગઢડા મઘ્યનું  ||૪૯||૧૮૨|| read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 170
Powered By Indic IME