Last Updated:
May 5, 2025

Click here to submit your article
Per Page :

admin

E-Mail: You need to be a registered (and logged in) user to view admin email address

Total Articles : 1433

ગઢડા પ્રથમ – ૩૧ : નિશ્વય વડે મોટયપનું

ગઢડા પ્રથમ – ૩૧ : નિશ્વય વડે મોટયપનું સંવત્ ૧૮૭૬ ના પોષ વદિ ૨ બીજને દિવસ સાંજને સમે શ્રીજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં પોતાને ઉતારે ઉગમણે બાર ઓરડાની ઓસરીએ ગાદીતકીયા નંખાવીને વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં. તે સમે યોગાનંદમુનિએ પ્રશ્ર્ન પુછયો જે “હે મહારાજ ! ભગવાનના ભકત બે હોય, તેમાં એક તો નિવૃતિ પકડીને બેસી રહે ને કોઇને વચને કરી દુ:ખવે નહિ અને એક તો પરમેશ્વર અથવા પરમેશ્વરના ભક્ત તેની અન્ન વસ્ત્ર પુષ્પાદિકે કરીને સેવા કર્યા કરે પણ વચને કરીને કોઇને દુ:ખવાય ખરૂં, એવી રીતના બે ભકત તેમાં કયો શ્રેષ્‍ઠ છે ?” પછી શ્રીજીમહારાજે એનો ઉત્તર કર્યો નહિ અને મુકતાનંદ સ્‍વામી તથા બ્રહ્માનંદ સ્‍વામીને તેડાવીને એ પ્રશ્ર્ન સંભળાવ્‍યો ને પછી કહ્યું જે, “એનો ઉત્તર તમે કરો” ત્‍યારે એ બે જણે ઉત્તર કર્યો જે, “વચને કરીને કોઇને દુ:ખવે છે પણ ભગવાન અથવા સંતની સેવા કરે છે તે શ્રેષ્‍ઠ છે, અને નિવૃત્તિને વિષે રહે છે ને કોઇને દુ:ખવતો નથી ને તેથી ભગવાનની તથા સંતની કાંઇ સેવા થતી નથી તેને અસમર્થ સરખો જાણવો અને જે સેવા ચાકરી કરે તેને તો ભકિતવાળો કહીએ, તે ભકિતવાળો શ્રેષ્‍ઠ છે.” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “એ ઉત્તર ઠીક કર્યો. અને એવી ભકિતવાળો હોય ને ભગવાનના વચનમાં દૃઢપણે રહ્યો હોય ને તેને વિષે કાંઇક […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 229

ગઢડા પ્રથમ – ૩૨ : માળા અને ખીલાનું

ગઢડા પ્રથમ – ૩૨ : માળા અને ખીલાનું સંવત્ ૧૮૭૬ના પોષ વદિ ૩ ત્રીજને દિવસ પ્રભાત સમે શ્રીગઢડા મઘ્‍યે શ્રીજીમહારાજ દાદાખાચરના દરબારમાં આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો ને માથે ધોળી પાઘ બાંધી હતી ને ધોળી ચાદર ઓઢી હતી ને લલાટને વિષે કેસરની આડય કરી હતી ને ધોળા પુષ્પનો હાર પહેર્યો હતો ને પાઘને વિષે ધોળા પુષ્પનો તોરો લટકતો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી, ને મુનિ કીર્તન ગાવતા હતા. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે “સાંભળો એક પ્રશ્ર્ન કરીએ” ત્‍યારે મુનિ તથા હરિભકતે કહ્યું જે “હે મહારાજ ! પુછો.” પછી શ્રીજીમહારાજ ઘણિક વાર સુધી વિચારીને બોલ્‍યા જે, “આ સંસારમાં જે વિષયી જીવ હોય તે પંચ વિષય વિના રહી શકે નહિ, તે જેમ એ વિમુખ જીવને પંચ વિષય છે તેમ હરિજનને પણ પંચ વિષય છે પણ તેમાં ભેદ છે. તે ભેદ કેમ છે ? તો વિષયી જીવ તો ભગવાન વિના અન્‍ય જે ગ્રામ્‍ય વિષય તેને ભોગવે છે અને ભગવાનના ભક્ત છે તેને તો ભગવાનની કથા સાંભળવી તેજ શ્રોત્રનો વિષય છે અને ભગવાનના ચરણારવિંદનો સ્‍પર્શ કરવો અથવા સંતના ચરણની રજનો સ્‍પર્શ કરવો તે ત્‍વચાનો વિષય છે અને ભગવાનનાં અથવા સંત તેનાં દર્શન કરવાં તે નેત્રનો વિષય છે અને ભગવાનનો […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 218

ગઢડા પ્રથમ – ૩૩ : મૂઢપણું, પ્રીતિ ને સમજણનું

ગઢડા પ્રથમ – ૩૩ : મૂઢપણું, પ્રીતિ ને સમજણનું સંવત્ ૧૮૭૬ ના પોષ વદિ પ પંચમીને દિવસ પાછલો પહોર દિવસ હતો ત્‍યારે શ્રીજીમહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરની જોડે જે ઓરડો તેની ઓસરીએ  ઉગમણે મુખારવિંદે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને માથે કસુંબી રંગને છેડે રેંટો બાંઘ્‍યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. તે સમે મુકતાનંદ સ્‍વામીએ પ્રશ્ર્ન પુછયો જે, ”ભગવાનને પ્રસન્ન કરવાનાં સાધન અનંત પ્રકારનાં શાસ્ત્રમાં કહ્યાં છે, પણ તે મઘ્‍યે એવું એક સાધન કયું બળવાન છે જે સમગ્ર સાધન કર્યે જેવા ભગવાન પ્રસન્ન થાય તેવા એક સાધને કરી ભગવાન રાજી  થાય? તે એવો એક ઉપાય કહો.” ત્‍યારે શ્રીજી મહારાજ બોલ્‍યા જે, ”  સાધને કરીને ભગવાન રાજી થાય તે કહીએ તે સાંભળો જે, ભગવાનનો જે દ્રઢ આશરો એજ એક સર્વે સાધનમાં મોટું સાધન છે, તેણે કરીને ભગવાન રાજી થાય છે અને તે આશરો અતિ દ્રઢ જોઇએ જેને વિષે કાંઇ પોલ રહે નહિ. તે આશરાના ત્રણ ભેદ છે, એક મૂઢપણે કરીને ભગવાનનો આશ્રય થાય છે, તે અતિ મૂઢ હોય તેને બ્રહ્મા જેવો હોય તે આશ્રયમાં ડોલાવે તોયપણ ડોલે નહિ, અને બીજો પ્રકાર એ છે જે, ભગવાનમાં જે પ્રીતિ તેણે કરીને ભગવાનનો દૃઢ આશરો […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 198

ગઢડા પ્રથમ – ૩૪ : ભગવાને કળ ચઢાવ્યાનું

ગઢડા પ્રથમ – ૩૪ : ભગવાને કળ ચઢાવ્‍યાનું સંવત્ ૧૮૭૬ ના પોષ વદિ ૧૧ એકાદશીને દિવસ સવારમાં શ્રીજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં આથમણે બાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર દક્ષિણાદું મુખારવિંદ રાખીને વિરાજમાન હતા, અને ધોળો ખેસ પહેર્યો હતો ને ધોળો ચોફાળ ઓઢયો હતો ને પાઘને વિષે પુષ્પના તથા હીરના તોરા લટકતા મુકયા હતા,ને બે કાનની ઉપર પુષ્પના ગુચ્‍છ ખોશ્‍યા હતા, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના સત્‍સંગીની સભા ભરાઇને બેઠી હતી અને મુનિ વાજિંત્ર લઇને કીર્તન ગાતા હતા. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે ‘કીર્તન રાખીને પ્રશ્ર્ન ઉત્તર કરો.’ પછી બ્રહ્માનંદ સ્‍વામીએ પ્રશ્ર્ન પુછયો જે, ”સર્વ સુખના ધામ અને સર્વ થકી પર એવા પરમેશ્વર છે તેમાં જીવની વૃત્તિ ચોટતી નથી અને માયિક એવાં જે નાશવંત તુચ્‍છ પદાર્થ તેમાં જીવની વૃત્તિ ચોટી જાય છે તેનું શું કારણ છે ?” પછી તેનો ઉત્તર મુકતાનંદ સ્‍વામી કરવા લાગ્‍યા પણ થયો નહિ, ત્‍યારે શ્રીજી મહારાજ બોલ્‍યા જે, “એ પ્રશ્ર્નનો ઉત્તર સાંભળો, અમે કરીએ છીએ જે, જે દિવસથી પરમેશ્વરે આ જગતની સૃષ્‍ટિ કરી છે તે દિવસથી એવી ૧કળ ચડાવી મુકી છે જે ફરીને પરમેશ્વરને દાખડો કરવો પડે નહિ, અને સંસારની જે વૃદ્ધિ કરવી તે પોતાની મેળેજ થયા કરે એવો ફેર ચડાવી મુકયો છે, તે માટે સહેજે જ સ્‍ત્રીમાં પુરૂષને હેત થાય છે અને પુરૂષમાં સ્‍ત્રીને […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 199

ગઢડા પ્રથમ – ૩૫ : કલ્યાણના જતનનું

ગઢડા પ્રથમ – ૩૫ : કલ્‍યાણના જતનનું સંવત્ ૧૮૭૬ના પોષ વદિ ૧૨ દ્વાદશીને દિવસ સ્‍વામી શ્રીસહજાનંદજી મહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવ નારાયણના મંદિર આગળ લીંબડાના ઝાડ તળે ઢોલિયા ઉપર ઉગમણે મુખારવિંદે વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિની સભા તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ મુનિ પ્રત્‍યે બોલ્‍યા જે, ‘તમે પ્રશ્ર્ન પુછો કાં અમે પુછીએ’, ત્‍યારે મુનિએ કહ્યું જે, “હે મહારાજ ! તમે પુછો.” પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, ”કોઇ પુરુષ છે તેમાં થોડી બુઘ્‍ધિ છે તો પણ પોતાના કલ્‍યાણને અર્થે જે જતન કરવું તેમાંથી પાછો પડતો નથી અને કોઇ બીજો પુરૂષ છે તેમાં બુઘ્‍ધિ તો ઘણી છે અને મોટા મોટામાં પણ ખોટ કાઢે એવો છે, તોય પણ કલ્‍યાણને માર્ગે ચાલતો નથી તેનું શું કારણ છે ?” ત્‍યારે મુનિએ ઉત્તર કરવા માંડયો પણ શ્રીજી મહારાજે આશંકા કરી તે ઉત્તર ન થયો. પછી શ્રીજી મહારાજ બોલ્‍યા જે, લ્‍યો અમે ઉત્તર કરીએ જે, એમાં બુદ્ધિ તો ઝાઝી છે પણ એની બુદ્ધિ દૂષિત છે, માટે એ કલ્‍યાણને માર્ગે ચાલી શકતો નથી. જેમ સુંદર ભેંસનું દૂધ હોય, તેમાં સાકર ધોળી હોય ને તેમાં સર્પની લાળ પડી એટલે એ સાકર ને દૂધ હતું તે ઝેર થયું , પછી તેને જે પીવે તેના પ્રાણ […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 273

ગઢડા પ્રથમ – ૩૬ : કંગાલના દૃષ્ટાંતે સાચા ત્યાગીનું

ગઢડા પ્રથમ – ૩૬ : કંગાલના દૃષ્ટાંતે સાચા ત્‍યાગીનું સંવત્ ૧૮૭૬ ના પોષ વદિ ૧૩ તેરશને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરની આગળ લીંબડાના ઝાડ હેઠે ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને વિરાજમાન થયા હતા, અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં, અને કંઠને વિષે ધોળા ને પીળા પુષ્પના હાર ધારણ કર્યા હતા, અને બે કાન ઉપર ધોળા પુષ્પના ગુચ્‍છ ખોશ્‍યા હતા, ને પાઘને વિષે પીળા પુષ્પનો તોરો લટકતો હતો, તથા કર્ણિકારના રાતા પુષ્પનું છોગલું મુકયું હતું, અને જમણા હાથને વિષે ધોળા પુષ્પનો દડો ફેરવતા હતા. એવી રીતની શોભાને ધારણ કરતા, ને પોતાના ભક્તજનને આનંદ ઉપજાવતા થકા વિરાજમાન હતા, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, “જેણે સંસાર મુકયો અને ત્‍યાગીનો ભેખ લીધો અને તેને પરમેશ્વરના સ્‍વરૂપ વિના અસત્ પદાર્થમાં પ્રીતિ રહે છે તેને કેવો જાણવો ? તો જેવો મોટા શાહુકાર માણસની આગળ કંગાલ માણસ હોય તેવો જાણવો. જેમ કંગાલ માણસ હોય, ને પહેરવા વસ્ત્ર ન મળતું હોય, ને ઉકરડામાંથી દાણા વીણી ખાતો હોય, તે પોતે પોતાને પાપી સમજે, અને બીજા શાહુકાર લોક પણ તેને પાપી સમજે જે ‘આણે પાપ કર્યા હશે માટે એને અન્નવસ્ત્ર મળતું નથી, તેમ જે ત્‍યાગી થઇને સારાં સારાં જે વસ્‍ત્રાદિ પદાર્થ તેને ભેળાં કરી રાખે અને […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 182

ગઢડા પ્રથમ – ૩૭ : દેશવાસનાનું-અગિયાર પદવીનું

ગઢડા પ્રથમ – ૩૭ : દેશવાસનાનું-અગિયાર પદવીનું સંવત્ ૧૮૭૬ ના પોષ વદિ ૧૪ ચૌદશને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિરની આગળ લીંબડાના વૃક્ષ હેઠે ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને આથમણે મુખારવિંદે વિરાજમાન થયા હતા, અને માથે ધોળી પાઘ વિરાજમાન હતી, અને તે પાઘને વિષે પીળા પુષ્પનો તોરો વિરાજમાન હતો, અને બે કાન ઉપર ધોળા પુષ્પના ગુચ્‍છ વિરાજમાન હતા, અને કંઠને વિષે પીળાં અને ધોળાં પુષ્પનો હાર વિરાજમાન હતો, અને ધોળી ચાદર ઓઢી હતી, અને ધોળો ખેસ પહેર્યો હતો, અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ” જે અણસમજુ હોય અને તેણે ભેખ લીધો હોય, તો પણ તેને જ્યાં જ્યાં પોતાની જન્‍મભૂમિ હોય તેને વિષે હેત ટળતું નથી” એમ કહીને પછી પોતાના સાથળને વિષે નાનપણમાં ઝાડનો ખાંપો લાગ્‍યો હતો તે સર્વેને દેખાડયો ને બોલ્‍યા જે, “આ ચિહ્નને જ્યારે અમે દેખીએ છીએ ત્‍યારે તે ઝાડ ને તલાવડી સાંભરી આવે છે. માટે જન્‍મભૂમિ તથા પોતાનાં સગાંસંબંધી તેને અંતરમાંથી વિસારી દેવાં તે ધણું કઠણ છે. માટે જેને જેને જન્‍મભૂમિ તથા દેહના સંબંધી ન સાંભરતાં હોય તે બોલો, અને જે લાજે કરીને ન બોલે તેને શ્રી નરનારાયણના સમ છે. પછી સર્વે મુનિ જેમ જેને વર્તતું હતું તેમ બોલ્‍યા. પછી તે સાંભળીને શ્રીજીમહારાજ બોલ્‍યા જે, જ્યારે […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 286

ગઢડા પ્રથમ – ૩૮ : વણિકના નામાનું

ગઢડા પ્રથમ – ૩૮ : વણિકના નામાનું સંવત્ ૧૮૭૬ ના માઘ સુદિ ૧ પડવાને દિવસ શ્રીજીમહારાજ શ્રીગઢડા મઘ્‍યે દાદાખાચરના દરબારમાં સાંજને સમે ઘોડશાળની ઓસરીએ ગાદલું નંખાવીને વિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો અને માથે રાતા છેડાનો ધોળો ફેંટો બાંઘ્‍યો હતો ને દોરિયાનું અંગરખું પહેર્યું હતું ને ધોળો ચોફાળ ઓઢયો હતો અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી. તે સમે શ્રીજીમહારાજ સર્વે હરિભક્ત સામું જોઇને ઝાઝી વાર વિચારી રહ્યા અને પછી એમ બોલ્‍યા જે સાંભળો વાત કરીએ છીએ જે, જે સત્‍સંગી હોય તેને જ્યાંથી પોતાને સત્‍સંગ થયો હોય ત્‍યાંથી પોતાના મનનો તપાસ કરવો જે “પ્રથમના વર્ષમાં મારૂં મન આવું હતું, ને પછી આવું હતું, અને આટલી ભગવાનની વાસના હતીને આટલી જગતની હતી,” એમ વર્ષોવર્ષનો સરવાળો વિચાર્યા કરવો અને પોતાના મનમાં જેટલી જગતની વાસના બાકી રહી ગઇ હોય તેને થોડે થોડે નિરંતર ટાળવી, અને એમ વિચારે નહિ ને બધી ભેગી કરે તો તે વાસના એની ટળે નહિ. જેમ વણિકને ઘેર નામું કર્યું હોય તે જો મહિના મહિનાનું નિરંતર ચુકવી દઇએ, તો તે દેતાં કઠણ ન પડે ને વર્ષ દહાડાનું ભેગું કરીએ તો આપવું બહુ કઠણ પડે, તેમ નિરંતર વિચાર કરવો, અને મન છે તે જગતની વાસનાએ કરીને વાસિત છે, જેમ ફુલે કરીને તિલ વસાય છે, તેમ […] read more

Edit | Renew | Delete | (expires in days)

0 Views : 322
Powered By Indic IME