બજારમાં ને પડોશમાં વિષયના ઢોલ વાગે છે તે સાચવવું,નીકર નાક કપાઇ જાશે . ઓલ્યા કેશોદવાળાને સાઠ હજાર દંડભરવો પડ્યો તેની સાઠ બાયડી થાત; તે એક કરી હોત તોધર્મ ન લોપાત. ધર્મ લોપ્યે આમ થાય છે; માટે ધર્મ રાખીને પ્રભુ ભજવા.અને મોટો અન્નકૂટ કર્યો, ત્યારે ભકિતમાતાએ પ્રત્યક્ષદર્શન આપ્યા. ત્યારે બાઇયો કહે, ‘મહારાજ ! આ ભકિતમાતા આવ્યા છે.’ ત્યારે કહે ‘રાખો, ને જાઓ. કહો જે, રહેશો ?’પછી એમ કહ્યું, એટલે કહે, ‘હું તો પતિવ્રતા છું, તે જો ધર્મરાખો તો હું રહું’ પછી મહારાજ કહેઃ ‘જો ધર્મ રાખશો તો ભકિત રહેશે.’ માટે આપણે પણ સૌ ત્યાગી, ગૃહસ્થ જો ધર્મ રાખશું તો ભકિત રહેશે, એમ સિદ્ધાંત છે. ।।૭૩।।

