વળી અમદાવાદમાં એક એંશી વર્ષના વાણિયાને છોકરોથયો તે ગાંડો થઇ ગયો; એમ કેટલાકને થઇ જાય છે. માટેભગવાન ભજવા તેમાં સો સો વિચાર જોઇએ, ને વેપાર કરેતેમાં ખોટ પણ જાય, વૃદ્ધિ પણ થાય, વિવાહ પણ થાય, નેકાયટું પણ થાય, તે બધું વિચાર્યુ જોઇએ. ને જે થાય તેનોહર્ષ પણ ન કરવો ને શોક પણ ન કરવો. ને શોક કરે તો જ્ઞાનસ્રવી જાય, ને સત્સંગમાંથી પાછું પડી જવાય, બુદ્ધિમાં જડતાઆવી જાય ને તમોગુણ વૃદ્ધિ પામી જાય; કલેશે કરીને તો ગોળાનુંપાણી સુકાય જાય છે. તે માટે જે જે ધંધો કરો તેમાં એમ કહેવુંજે, આપણે આંહીં રહેવું નથી એટલેએ નાશ થઇ જાય, અરે !દ્રવ્ય સારુ તો ઓલ્યો શ્લોક છે -ભૂમિર્યાતુ રસાતલં ગુણગણસ્તસ્યાપ્યધો ગચ્છતુશીલં શૈલતટાત્પતત્વભિજનં સંદહ્યતાં વહ્નિના।શૌર્યે વૈરિણિ વજ્રમાશુ નિપતત્વર્થોઽસ્તુ નઃ કેવલંયેનૈકેન વિના ગુણાસ્તૃણલવપ્રાયાઃ સમસ્તા ઇમે।। પૃથ્વી રસાતળ જાઓ પણ દ્રવ્ય મળો; એમ ન કરવું. ।।૭૨।।

