રાગઃ ઉપજાતિવૃત્ત
સંસાર આ સ્વપ્ન સમાન જાણો, પાપો તથા પુણ્ય ખરાં પ્રમાણો;
આ લોકમાં ઈશ્વરભકિત સાચી, તેના વિના વાત સમસ્ત કાચી.3સ્વપ્ના વિષે દ્રવ્ય મળ્યું જુવે છે, તે જાય તો છાતી કુટી રુવે છે;
જાગ્યા પછી દ્રવ્ય નથી જણાતું, છાતી કુટ્યાનું નથી દુઃખ જાતું.4સંસાર કેરું સુખ સત્ય જાણી, કરે સુખાર્થે બહુ પાપ પ્રાણી;
તે સુખ સ્વપ્નાવત નાશ થાય, જે કર્મ કીધાં નહિ તેહ જાય.5માટે કદી પાપ કરો ન કોઇ, મુવા મરે છે જન તેહ જોઇ;
કરો સદા ઈશ્વરભકિત ભાવે, ભવાબ્ધિનો જેથકી પાર આવે.6કળશ ૩, વિશ્રામ ૨૧
રાગઃ ઉપજાતિવૃત્ત
તીર્થે જવું તે સતસંગ કામ, જયારે મળે સદગુરુ જેહ ઠામ;
ત્યારે થયાં તીરથ સર્વ પૂરાં, જ્ઞાની જનો તો ન ગણે અધૂરાં. 41ગંગા તણા જયાં જળના તરંગ, પામે જ તેનો જન જે પ્રસંગ;
કૂવો તટે ત્યાં ખણવા ચહાય, ગમાર પૂરો જન તે ગણાય.43સત્સંગથી જો નહિ શાંતિ થાય, કલ્યાણમાં સંશય જો જણાય;
કાં તો નહીં સદગુરુ તેહ સાચો, કાં શિષ્ય જ્ઞાની કહિયે જ કાચો. 44જો સદગુરુ ઇશ્વર આપ હોય, જે જે કહે તે કરવું જ તોય;
અધર્મ કે ધર્મ ગણે ન છેક, આજ્ઞા ગુરુની શુભ ધર્મ એક. 46સત્સંગી થૈ ભાવ ભલો જ ભાખે,જે અન્ય આસ્તા ઉર માંહી રાખે;
તો મર્મ તે તો સમજયો ન કાંઇ, ભલે પડ્યો તે સતસંગમાંઇ.48કળશ ૪, વિશ્રામ ૬

