જેમ જીત્યા એ શત્રુ સમૂહ, કામ ક્રોધ લોભ લઈ ।।

સ્વાદ સ્નેહ  મમતા  મોહ,  તે  તો  દેખાડું કઈ ।। ૧ ।।

કામ કારણે કઢાવી લાજ, ક્રોધે બોલી બંધ કરી ।।

લોભ ઉપર મહા મુનિરાજ, આવિયા ઝાડે ફરી ।। ૨ ।।

સ્વાદે સહું એકઠું કરી અન્ન, જળ નાખી જન જમે ।।

સ્નેહે  સંભારે  નહિ  સ્વજન,  માનથી  દૂર  રમે ।। ૩ ।।

કાઢી રીસ કરી હડકાર, બીજા દુષ્ટ  બહુ ડર્યા ।।

કહે નિષ્કુળાનંદ નિરધાર, વેરી  એમ વશ્ય કર્યા ।। ૪ ।।