વડું વેર વાળવાને કાજ, સાબધા એ સહુ થયા ।।
મોટા મોટાની લેવાને લાજ, તાકે છે તેહ રહ્યા ।। ૧ ।।
ઝીણા ઝાલવામાં નહિ જશ, માટે મોટાને જોશે ।।
કરશે દગો દેખજયો અવશ્ય, વેર વાળી વગોવશે ।। ૨ ।।
માટે સહુ રે’જો સાવધાન, ખબડદાર થઈને ખરા ।।
જેનું આગે કર્યું અપમાન, તે જાળવે નહિ જરા ।। ૩ ।।
એમ છે એ અનાદિની રીત, નવી એ નથી થઈ ।।
કહે નિષ્કુળાનંદ ધારો ચિત, સનાતન સાચી કહી ।। ૪ ।।