અન્ન ધન ગયે મળે અન્ન ધન, વસ્ત્ર ગયે વસ્ત્ર મળે ।।

ગયે  ભવન  મળે  ભવન,  દિન  ગયે  દિન  મળે ।। ૧ ।।

રાજ ગયે આવી મળે રાજ, સાજ  સમાજ સહી ।।

પણ ગઈ મળે નહિ લાજ, કહેવાની હતી તે કહી ।। ૨ ।।

લાજ ખોઈને કરવું કાજ, એ તો અકાજ ખરું ।।

મર  મળે ત્રિલોકીનું રાજ, ઘોળ્યું પરહરો  પરું ।। ૩ ।।

બેઠી બદલામી  જેને શીશ, ટળે નહિ કોઈ પળે ।।

કહે નિષ્કુળાનંદ વસાવીશ,  લખાય છે કાગળે ।। ૪ ।।