કહેશો હરે ફરે નર આપ, મૂવા તેને કેમ કહિયે રે ।।
તે તો પૂંછ હલાવે છે સાપ, ઘડીવાર જીવ ગયે રે ।। ૧ ।।
પણ પિંડમાંયે નથી પ્રાણ, જરૂર જાણી લેજો રે ।।
જોઈ એના અંગનાં એંધાણ, પછી ડરી દૂર રહેજો રે ।। ૨ ।।
કાપ્યું તરુ કાઢે છે કૂંપળ, સરે પણ સૂકી જાશે રે ।।
તેમ નર કરે કોટિ કળ, અંતે તે ઉઘાડું થાશે રે ।। ૩ ।।
કહો કપટ કેટલા દિન, નર એહ રાખી રહેશે રે ।।
કહે નિષ્કુળાનંદ સહુ જન, જેમ હશે તેમ કહેશે રે ।। ૪ ।।