જે કોઈ ડચકાં દિવસ રાત, ખાતો નર હોય ખરાં રે ।।

તેની જીવવાની જૂઠી વાત, પાંપળાં  મેલો પરા રે ।। ૧ ।।

જેની નાડી છાંડી ગઈ ઘર, જિહવા તો ટૂંકી પડી રે ।।

દગ  દોય દઈ ગયાં દર, શ્વાસ આવ્યો સુધો  ચડી રે ।। ૨ ।।

તેહ સમામાંહી સગપણ, કરે કોય કન્યા તણું રે ।।

તેને રોકડું છે રંડાપણ, એવાતણ  ઉધારે ઘણું રે ।। ૩ ।।

તેમ સત્સંગમાં કોય જન, ગડબડ ગોટા વાળે  રે ।।

કહે નિષ્કુળાનંદ કોય દન, રખે  તે જીવિત બાળે  રે ।। ૪ ।।