ડોરી દેખી મ ડગાવો દિલ, સમજીને સંગ કરો રે ।।
સારા સંત ઓળખી અવલ, મન કર્મ વચને વરો રે ।। ૧ ।।
દેખી ઉપરનો આટાટોપ, મને રખે મોટા માનો રે ।।
એ તો ફોગટ ફૂલ્યો છે ફોપ, સમજો એ સંત શાનો રે ।। ૨ ।।
જેને જાણજો જગ મોટાઈ,જડાણી જીવ સંગે રે ।।
તેને મોટા માનો જગ માંઈ, ખોટા છે મોક્ષ મગે રે ।। ૩ ।।
જોને શુકજી ને જડભરત, કો’કેણે મોટા જાણ્યા રે ।।
હતા નિષ્કુળાનંદ એ સમર્થ, પછી સહુએ પરમાણ્યા રે ।। ૪ ।।