એહ વિના મોટાઈ જે અન્ય, ખરી તે પણ ખોટી નથી રે ।।

તે તો સુણી લિયો સહુ જન, તે પણ કહું કથી રે ।। ૧ ।।

જેમ પંખીમાં મોટેરો ઘૂડ, ઝાડમાં તાડ લૈયે રે ।।

જેમ જળમાં મોટેરો ઝૂડ,  પશુમાં પાડો કૈયે રે ।। ૨ ।।

સર્પમાં મોટેરો તક્ષક, વીંછીમાં ઠાકરિયો વળી રે ।।

એ તો મોટપ્ય દુઃખદાયક, સમજો સહુ મળી રે ।। ૩ ।।

એમ જાણ્યા વિના જગમાંય, ઉપાય નથી ઊગર્યાનો રે ।।

કહે નિષ્કુળાનંદ તે ન્યાય,  માનો કે નવ માનો રે ।। ૪ ।।