જેહ ધામને પામીને પ્રાણી, પાછું પડવાનું નથી રે ।।
સર્વે પર છે સુખની ખાણી, કેવું કહિયે તેને કથી રે ।। ૧ ।।
અનંત મુકત જયાં આનંદે ભરિયા, રહે છે પ્રભુજીની પાસ રે ।।
સુખ સુખ જિયાં સુખના દરિયા, તિયાં વસી રહ્યા વાસ રે ।। ૨ ।।
તેજ તેજ જિયાં તેજ અંબાર, તેજોમય તન તેનાં રે ।।
તેજોમય જિયાં સર્વે આકાર, શું કહિયે સુખ એનાં રે ।। ૩ ।।
તે તેજ મધ્યે સિંહાસન શોભે, તિયાં બેઠા બહુનામી રે ।।
નિષ્કુળાનંદ કહે મન લોભે, પૂરણ પુરુષોત્તમ પામી રે ।। ૪ ।।