રાગ:-સિંધુ

કઠણ કસોટી મોટી મહારાજની, સહી રહે વળી કોઈ સંત શૂરા;

જેમ જેમ દુઃખ પડે આવી દેહને, તેમ તેમ તેમ પરખાય પૂરા.  કઠણ ।। ૧ ।।

જેણે પાડી છે આંટી મોટી જીવમાં, મન માન્યું છે મરી કરી મટવું;

ભર અવસર પર ધરધરી, ફરી ખરી હાક વાગ્યે નથી જ હટવું.  કઠણ ।। ૨ ।।

અનેક દેહ ખોયા અણઅરથે, તેહ દેહ કાંયે નાવ્યા કામે;

હવે આ દેહ હરિઅરથે કરી, રાખવું છે અચળ તે આઠું જામે.  કઠણ ।। ૩ ।।

એમ દઢ ધીરજ ધરી કરીને, ભજે છે જેહ ભગવાન ભાવે;

નિષ્કુળાનંદ કહે એમ જાણવું, અંતે અરથ પણ એ જ આવે.  કઠણ ।। ૪ ।।