ત્યારે કુમુદ્વતીને કહે દ્વિજ આમજી, નારી અંગ નરનું પણ વેદે કહ્યું વામજી
માટે અંગ તારું નાવે એને કામજી, એણે તો લીધું છે દક્ષિણનું નામજી
નામ લીધું છે દક્ષિણનું, રાણી કુંવરનું વે’રેલ ।।
એવું લઈને આવજયે, આપ્યું હોય હરખે ભરેલ ।। ૨ ।।
ત્યારે મહીપતિ કહે મ બોલો કોઈ, સહુ રહો રાજી રળિયાત ।।
આ અવસર અમૂલ્યમાં, રખે કોઈ બગાડો વાત ।। ૩ ।।
માગે મોટા જે મગન થઈ, તેવી તક આવી મારે આજ ।।
ધન્ય ધન્ય મારા દેહને, જે આવ્યું બ્રાહ્મણને કાજ ।। ૪ ।।
લાવો કરવત કાકરી, આકરી કરી તેની ધાર ।।
માથું ચીરીને માહરું, તરત પોં’ચે જઈ પાર ।। ૫ ।।
પાછળ રે’જે તું પુત્ર મારા, સામી રે’જે વળી તું સુંદરી ।।
વચ્ચેથી માંડો તમે વે’રવા, અતિશય હરખ હૈયે ભરી ।। ૬ ।।
રાજી કરો ઋષિરાયને, કોઈ દિલ મ કરો દિલગીર ।।
મારા દુઃખને દેખી કરી, રખે નયણે ભરો કોઈ નીર ।। ૭ ।।
મારે નથી એવું મનમાં, જે અવળું થયું આ વાર ।।
તમે શોક શીદને કરો, થાઓ વેગે વે’રવા તૈયાર ।। ૮ ।।
એમ કહી ઊભા સ્થંભ બે મધ્યે, અતિ અતિ ઉતાવળા થાય ।।
તેહ જોઈને જન બીજા, કરે છે ઊભાં ત્રાય ત્રાય ।।૯।।
અસ્રકની છોળ્યું ઊડશે, રહેજયો છેટે સહુ નરનાર ।।
નિષ્કુળાનંદનો નાથ જોતાં, કર્યું કરવત તૈયાર ।।૧૦।।
પદ- ૮