રાગ:- ધન્યાસરી

ગાફલપણામાં ગુણ રખે ગણોજી, એહમાંહિ અર્થ બગડે આપણોજી ।

પછી પશ્ચાતાપ થાય ઘણો ઘણોજી, ભાગે કેમ ખરખરો એહ ખોટ તણોજી ।।૧।।

રાગ :- ઢાળ

ખરખરો એહ ખોટતણો, ઘણો થાશે નર નિશ્ચે કરી । જે ગઇ વહી વાત હાથથી, તે પમાય કેમ પાછી ફરી ।।૨।।

પગ ન ચાલ્યા પ્રભુ પંથમાં, કરે ન થયું હરિનું કામ । જીભે ન જપ્યા જગદીશને, મુખે ગાયા નહિ ઘનશ્યામ ।।૩।।

નયણે ન નિરખ્યા નાથને, શ્રવણે ન સુણી હરિવાત । એ ખોટ્ય ભાગે કેમ જાુવો ખોળી, ચિત્તે ચિંતવી ચોરાશી જાત ।।૪।।

પશુ પંખી  ન્નગનાં વળી, આવે તન અનંત । તેણે ભજાય નહિ ભગવાનને, એહ સમઝી લેવો સિદ્ધાંત ।।૫।।

માટે મનુષ્ય દેહ જેવા, એવા એકે કોઇ ન કહેવાય । તેહ સારું સમઝી શાણા, નરતનના ગુણ ગાય ।।૬।।

એવા દેહને પામીને, પ્રસન્ન ન કર્યા પરબ્રહ્મને । તેને થાશે ઉરે ઓરતો, સમઝી લેજો સહુ મર્મને ।।૭।।

આવો સમાજ આવતો નથી, જાુવો ચોરાશી દેહને ચિંતવી । તે તન ખોયું પશુ પાડમાં, કહો વાત શું સમઝયા નવી ।।૮।।

મનષ્ય હોય તેને મનમાં, કરવો વિવેક વિચાર । માનવ દેહ મોઘોં ઘણું, નહિ અન્ય દેહને એ હાર ।।૯।।

ાટે ભક્તિ ભજાવવી, મન વચન કર્મે કરી । નિષ્કુલાનંદ નર તનનું, નથી થાતું મળવું ફરી ।।૧૦।। કડવું ।।૩૧।।