રાગ: મલાર –

બાઈ પ્રીત કરતાં પ્રીતમશું, જયારે પીડાયે પંડ ।  ઓષડ એનું એકોઈ ન મળેરે, જો ભમિયે બ્રહ્માંડ; પ્રીત૦ ।।૧।।

બાઈ મીન જળે જયારે જળમાં, ત્યારે ઠરે કોણ ઠામે । ચકોરદુઃખી થયો ચંદ્રથીરે, ત્યારે કયાં સુખ પામે; પ્રીત૦ ।।૨।।

બાઈ ચકવોદુઃખ પામ્યો દિનેશથી, પિયૂષથી માનવી ।  કોણ ઊપાય હવે કીજિયેરે, ગજ જળિયો જાહ્નવી; પ્રીત૦ ।।૩।।

એમ નિષ્કુલાનંદના નાથથી, પીડા આપણે પામી ।  શું કરીયે હવે સજનીરે, આશા ઊગર્યાની વામી; પ્રીત૦ ।।૪।। પદ ।।૪।।