રાગ મેવાડી –

વાલીડો વિજોગી ગયારે, હો ઊદ્ધવજી અમને। વિસામો વિજોગી ગયારે; હો ઊદ્ધવજી૦ ટેક –

અમને કરી અનાથ, નેક નાખી ગયા નાથ । હવે કેમ આવે હાથ, કુબજયાના નાથ થયારે; હો ઊદ્ધવજી૦ ।।૧।।

પિયુ સંગે પળેપળ, કોયે નવ પડિ કળ ।  અંતરે આવે છે વળ,દેખોદૂર રહ્યારે; હો ઊદ્ધવજી૦ ।।૨।।

કો’ને અમે કરૂં કેમ, અલબેલે કર્યું એમ ।  અંતર જળેછે જેમ, ડુંગરદાઝિયારે; હો ઊદ્ધવજી૦ ।।૩।।

નિષ્કુલાનંદનો નાથ, અમારી એ મિરાંથ હાથ ।  વિસારી વ્રજનો સાથ, દિલમાં નાણીદયારે; હો ઊદ્ધવજી૦ ।।૪।। પદ ।।૯।।