ગુજરાતમાં તળ સુધી ખોદીએ તોપણ તેમાં પાણો નહિ,ને આ દેશમાં પે’લે ઘાએ જ પાણો. એમ આત્મનિષ્ઠાનો માર્ગતે પાણા વિનાનો છે; ને બીજા માર્ગમાં તો પાણા છે ને આપણેતો આત્મા મોઢેથી શીખીને કથનમાત્ર થયા છઈએ, તે આઘડી જો ચીભડાનું, કેરીનું કે તુંબડાનું ગાડું આવે તો આત્માપણુંરહે નહિ ને તે ટાણે રહે એ ખરો. ને જ્ઞાને કરીને એમ થાવુંજે, જડ, દુઃખરૂપ ને મિથ્યા એવો જે દેહ તે હું નહિ ને હુંતો સચ્ચિદાનંદ છું, આત્માનંદ છું, ને અખંડાનંદ છું એમ બોલ્યા.ને કહે જે,‘રજોગુણ, તમોગુણ ભેળું ભળી જાવું નહિ, નિર્ગુણથાવું.’ એ ઉપર -પરિનિષ્ઠિતોઽપિ નૈર્ગુણ્યે ઉત્તમશ્લોકલીલયા ।ગૃહીતચેતા રાજર્ષે આખ્યાનં યદધીતવાન્ ।।એ શ્લોક બોલીને કહ્યું જે, ‘આગળથી તો એ વાતો કરે,ને જયારે આવો જોગ આવે ત્યારે આસન સારુ કે ખાધા સારુબખેડો થાય, તે ઠીક નહી.’ ।।૭૦।।