મોલનું બળ ત્યાં લગી, જયાં લગી નથી ખવાણો ખડજમાં ,

તેમ હરિજનનુંબળ ત્યાં લગી, નથી આવ્યો વિમખુ ની વડજમાં .

એમ બોલ્યા જે દેશકાળ વિચારજો. આ લોકમાં પોતાનુંસુધારતાં કોઇને આવડતું નથી, ને જો કાળ પડે તો માણસમાણસને ને છોકરાને કરડી ખાય, તે ઓગણોતેરામાં નજરેદીઠા, તે હવેલી કે રૂપિયા કાંઇએ કામ નથી આવતાં. દાણાસંઘરવા, તે આંતરવસુ રાખવા. તે શિક્ષાપત્રીમાં પણ કહ્યુંછે તે પ્રમાણે રહેવું તો મોક્ષમાં વિઘ્ન ન આવે, એમ ઉપાયકરવો. કેમ જે રોટલા વગર દેહ રહે નહિ એટલે ભગવાનભજાય નહિ. ।।૧૦૨।।