અને અંતરનો કુસંગ, બહારનો કુસંગ ને સત્સંગમાં કુસંગએને ઓળખીને તેનો ત્યાગ કરવો. તે અંતરનો કુસંગ જે, મનમાં ભૂંડો ઘાટ થાય; ને સત્સંગમાં કુસંગ જે, લોક, ભોગ ને પક્ષ.તે પક્ષે કરીને આચાર્યનું, મંદિરનું, કોઠારનું ને મોટા સાધુનું ઘસાતું બોલે. ત્યારે કોઇકે પ્રશ્ન પૂછ્યું જે, ‘એ થઇ ગયું હોય તે કેમ ટળે ?’ એટલે સ્વામી કહેઃ “એ તો મોટા સાધુનો વિશ્વાસ હોય જે,‘એ ભગવાન જેવા છે ને ભગવાનની પેઠે અંતર્યામી છે, તે જાણે છે પણ કહેતા નથી.’ એમ જાણે તો ટળે.” ।।૧૩૩।।