એક હરિભકત ખંભાતથી સમાગમ કરવા આવતા હતા, તેને વચમાં એક જણે વાર્યા. તે વાત સ્વામી આગળ આંહીં આવીને કહી. પછી સ્વામી કહે, તેને કહીએ નહીં જે, જૂનેગઢતો ‘કામીલ કાબીલ મુરશિદ , સબ હુન્નર તેરે હાથ વે’ એવા છે એમ કહેવું હતું ને ! સુંવાળા લૂગડાં રાખીને બેસે તે મોટામોટાને તો કહેવાશે નહિ, પટારામાં તો હશે ખરાં ! માટે સાવચેત રહેજો હવે તો પટારા, દેહ ને જીવ બધુંયે શોધવું છે, તે પાર કેમ આવે ?” ।।૧૭૪।।