અને એક સાધુને તો પંડે સ્વપ્નમાં ઠોંટ મારીને કહ્યું જે,‘તું જૂનેગઢ જા’ આ સાધુના તો દર્શન કર્યે પંચમહાપાપ બળે એવા છે, પછી તે નહિ મળે ને પછી કરોડ રૂપિયા ખરચશો તો પણ નહિ મળે. માટે જો બાજરો મળે તો તે જોગ કરી લેવાનો લાગ આવ્યો છે. પછી પસ્તાવો થાશે; માટે ચોખ્ખુ કહીએ છઈએ. ।।૨૬૩।।

