મોટા સંતનો સમાગમ તો ભગવાન ભેળું રહેવું તે કરતા પણ અધિક છે; કેમ જે, ભગવાન તો મનુષ્યચરિત્ર કરે તેથી સમજણની કસર હોય તો સંશય થઇ જાય ને અવળું પડે, માટે સાધુનો સમાગમ અધિક છે. ને દસ હજાર રૂપિયા ખરચે તે કરતાં મંદિરના રોટલા ખાઇને સાધુનો સમાગમ કરે ને સમજવા માંડે તે અધિક છે; કેમ જે, ઓલ્યાને દેશકાળ લાગે. પણ આને ન લાગે, તે મહારાજે પણ કહ્યું છે જે, “સત્સંગે કરીને વશ થાઉં છું એવો બીજે સાધને કરીને વશ થાતો નથી.” ને સત્સંગ કરે તો સંસારમાંથી પણ મુકાઇ જાય. ।।૩૯।।

