સ્વામીએ એમ વાત કરી જે, ‘સો કરોડ રાખનાં પડીકાં વાળીને પટારામાં ભરી મૂકીએ ને તાળાં દઇ રાખીએ ને જે દિવસ કાંઇક કામ પડે ને કાઢીએ તો કાંઇ સારું નીસરે ?’ ત્યારે કહ્યું જે, ના મહારાજ ! ત્યારે સ્વામી બોલ્યા જે, ‘મહારાજની મૂર્તિ વિના ને આવા સાધુ વિના પ્રકૃતિ પુરુષ સુધી રાખનાં પડીકાં જ છે. તે ગમે તો મૂર્તિને મૂકીને દેવતાના લોકમાં જાઓ ને ગમે તો ઇશ્વરકોટીના લોકમાં જાઓ ને ગમે તો પુરુષકોટીના લોકમાં જાઓ, પણ મહારાજની મૂર્તિ વિના ને આ સાધુ વિના સુખ કે શાંતિ કયાંય નથી.’ એમ કહીને બોલ્યા જે, સુરપુર નરપુર નાગપુર , એ તીનમેં સુખ નાહીં; કાં સુખ હરિકે ચરનમેં, કાં સંતનકે માંહી. ।।૨૮।।

