એક દિવસ સ્વામી નાના નાના સાધુ, પાળા ને બ્રહ્મચારી સામુ જોઇને બોલ્યા જે, દેશ દેશાંતર બોત ફિરા, મનુષ્યકા બોત સુકાળ; જાકું દેખે છાતી ઠરે, વાકા પડ્યા દુકાળ. એમ કહીને બોલ્યા જે, ‘જેમ મહારાજને જોઇને સમાધિ થઇ જાય ને જીવ સુખિયો થઇ જાય છે, તેમ નિરંજનાનંદસ્વામીને દર્શને કરીને સમાધિ જેવું સુખ વર્ત્યા કરે, એવાના દુકાળ છે.’ ત્યારે પૂછ્યું જે, ‘જેને દર્શને કરીને છાતી ઠરે છે એવો એમાં શો ગુણ હોય જે આગલ્યાને જોઇને છાતી ઠરે છે ?’ ત્યારે સ્વામી બોલ્યા જે,‘જેની સામું જોઇને વૃત્તિ પાછી વળી આવે ત્યારે છાતી ઠરે છે ને જેની સામું જોઇએ ને વૃત્તિ ચળાયમાન થાય તો તેને દેખીનેને છાતી ઠરે નહિ.’ ત્યારે પૂછ્યું જે, ‘જેને દેખીને છાતી ઠરે છે એવા ગણુ આવ્યાનું શું કારણ છે ?’ પછી સ્વામી બોલ્યા જે, ‘એવા ગણુ તો ન જ આવે તે ગમે તો ભળે ો રહે કે સેવા કરે ને ગમે તો કહે તમે કર,ે તોપણ મોટાના ગણુ તો આવે જ નહિ.’ ત્યારે વળી હાથ જોડીને પૂછ્યું જે, ‘હે મહારાજ ! શો ઉપાય કરે ત્યારે એવા ગણુ આવે ? વચનામૃતમાં તો બહુ ઠેકાણે કહ્યું છે જે, સત્પુરુષના ગણુ તો મુમુક્ષુમાં આવે છે.’ ત્યારે સ્વામી બોલ્યા જે,‘સત્પુરુષના ગુણ તો, તો આવે, જો એવાને નિર્દોષ સમજે ને સર્વજ્ઞ જાણે ને એવા છે તેની સાથે કોઇ પ્રકારે અંતરાય રાખે નહિ, તો તે સત્પુરુષના ગુણ એ મુમુક્ષુમાં આવે છે પણ તે વિના તો આવે જ નહિ.’ ।।૩૪।।

