સ્વામીએ વાત કરી જે, ‘સત્સંગ કયારે થાય ? તો જયારે બદરિકાશ્રમ જેવું ને શ્વેતદ્વીપ જેવું સ્થાનક હોય ને મુકતાનંદસ્વામી, ગોપાળાનંદસ્વામી, સ્વરૂપાનંદસ્વામી ને કૃપાનંદસ્વામી એવા મોટા-મોટાનો નિરંતર સંગ હોય ને બ્રહ્માના કલ્પ પયર્ંત  આયુષ્ય હોય, ત્યાં સુધી જ્ઞાનગોષ્ઠી કરીએ ત્યારે સત્સંગ થાય પણ તે વિના ખરેખરો સત્સંગ થાય નહિ.’ એમ કહીને વળી બોલ્યા જે, ‘કયાં ગુરુ કર્યા છે ? ને ગુરુ કર્યા હોય તેના તો ગુણ આવ્યા જોઇએ ને ?’

સર્વોપનિષદો ગાવો, દોગ્ધા ગોપાલનન્દનઃ। પાર્થો વત્સઃ સુધીર્ભોકતા દુગ્ધં ગીતામૃતં મહત્ ।।

એમ કોઇએ કયુર્ં છે ? જેમ ભગવાને ગીતાની ગાય કરી ને અજર્નુ ને વાછડો કરીને દધૂ પાયું. અમે કોઇને ધાવ્યા છો ? અને જેને સામા ધવરાવ્યા હોય તે તો ગુડિયું  વાળે નહિ; ને લોભ, કામ, રસાસ્વાદ, સ્નેહ ને માન એમાં જે ગુડિયું વાળે છે ત્યાં સુધી ગુરુ કર્યા નથી અને ગુરુ કર્યા હોય તે તો ગુડિયું વાળે નહિ.’ ।।૪૫।।