અને કથા વંચાવતાં વાત આવી : જે ‘વ્‍યાસજીને શાંતિ ન થઇ’ તે ઉપર બોલ્‍યા જે આપણને ભગવાન મળ્‍યા તો પણ શાંતિ નથી તેનું શું કારણ છે ? જે એક તો વિષયમાં રાગે કરીને, ને બીજું ભગવાનની આજ્ઞા પ્રમાણે વર્તાય નહિ, ને ત્રીજું અજ્ઞાન, તેણે કરીને શાંતિ નથી. ૧૬૦