રાગઃ ઉપજાતિવૃત્ત

કુટુંબમાં હોય સુભક્ત અેક, તારે કુટુંબો જન તે અનેક;
જો પાપી મોટો કુળમાંહી થાય, ઘણા જનો લઇ નરકે જ જાય. ૧

તારા ઘણા તો નભમાં રહે છે, શોભા નિશા તો શશીથી લહે છે;
ઘણા જનો જે કુળમાંહી હોય, શોભાવશે અેક જ ભક્ત તોય. ૨

જે વંશમાં અેક જ ભક્ત થાય, પવિત્ર તે વંશ બધો ગણાય;
જે જાણીઅે ભક્તની જન્મવાળી, તે ધન્ય ભૂમિ ભલી ભાગ્યશાળી. ૩

કુંતા સીતા દ્રોપદી ગોપીકાઅો, રાધા રમા કે શ્રુતિની ઋચાઅો;
ઇત્યાદિ જે ઉત્તમ સૌ ગણાય, તે સર્વથી ઉત્તમ મીણબાઇ. ૪

  • કળશ ૫, વિશ્રામ ૧૭
  • અારોગ્યતા ઉદ્યમ હોય સારો, સતી સુનારી સુત સેવનારો;
    કુટુંબમાં સંપ સુમિત્ર ગેહ, સંસારમાં છે સુખ સાત તેહ. ૧

    વ્યાધિ ઉપાધિ ઋણ હોય માથે, કુભારજા ક્લેશ કુટુંબ સાથે;
    કુપુત્ર કે હોય કુમિત્ર સંગ, તે દુઃખના સાત ગણાય અંગ. ૨

  • કળશ ૫, વિશ્રામ ૧૮