રાગ : ભૈરવ

વાસુદેવ નારાયણ વિષ્‍ણુ મોહન કૃષ્‍ણ મુરારી,

શંક ચક્ર કરકમળ ગદાધર કમળાવર સુખકારી.  વાસુદેવ૦  ૧

માધવ મુકુંદ માવ મધુસૂદન અક્ષરપર અવિનાશી,

રાધારમણ રમાપતિ રાઘવ હૃષીકેશ સુખરાશી.  વાસુદેવ૦  ૨

પ્રાણનાથ પુરુષોત્તમ પૂરણ પ્રભુ પૂરણ અપારા,

પુંડરીકર્દગ પાળ પુરાતન પીતાંબર જગપ્‍યારા.   વાસુદેવ૦  ૩

નરભ્રાતા નરસિંહ નિરંજન નાથ નિડર બહુનામી,

તપફ્‍ળ તપકારક તપવલ્‍લભ ધરનીધર ચિદ્ધામી.  વાસુદેવ૦  ૪

વામન વિશ્વાધાર વિશ્વંભર વરદાયક વ્રતધારી,

વિભુવરાહ વિમળજશ વિઠ્ઠલ વ્રજપતિ કુંજવિહારી.  વાસુદેવ૦  ૫

કમલનયન કેશવ કરુણાનિધિ કેવળ નાથણ કાલી,

હંસ હરિ હયગ્રીવ હિરણ્‍મય મચ્‍છ કચ્‍છ વનમાળી.  વાસુદેવ૦  ૫

ગોકુલેશ ગોપાળ ગરુડધ્‍વજ ગુણાતીત ગોવિંદા,

ગોપીજનવલ્‍લભ ગિરિધારી ચતુરબાહુ વ્રજચંદા.  વાસુદેવ૦  ૭

ભવતારણ ભૂધર ભુવનેશા ભક્‍તવત્‍સલ ભયહારી,

બદ્રીપતિ બળવીર મહાબળ શ્‍યામ રામ કંસારી.  વાસુદેવ૦  ૮

જગકર્તા જગદીશ જગદ્‌ગુરૂ જગજીવન જદુરાયા,

યજ્ઞ યજ્ઞભુક્‍તા યોગેશ્વર કલ્‍કી બુદ્ધ કહાયા.   વાસુદેવ૦  ૯

ઊર્ધ્‍વબાહુ મુક્‍તેશ અધોક્ષજ અચ્‍યુત અમર અનંતા,

દીનબંધુ નટવર દામોદર કલિહર ત્રિભુવન કંતા.   વાસુદેવ૦  ૧૦

પ્રાતઃસમય ઘનશ્‍યામ પિયાકી નામમાળ ઉઠી ગાયે,

બ્રહ્માનંદ મનોહર મુરતિ અંતરમાંહે ઠેરાયે.  વાસુદેવ૦  ૧૧