(રાગ :- ધોળ) ‘લાગી રે લાગી લગની રૂપાળા આ લાલની રે’- એ ઢાળ.

શોભે છે સારી શ્યામ સલુણા વરની ચુંદડી રે, ચુંદડી રંગે દીસે છે રૂપાળી રે.. શોભે ।। ૧ ।।

ચુંદડી રંગે તે મોહ્યા મોટા મુનિ રે, દેખી અંક અલૌકી અનુપ રે.. શોભે ।। ૨ ।।

ચુંદડી ભવ બ્રહ્માને ભાવી ઘણું રે, ચુંદડી સરાયે સુર નર ભૂપ રે.. શોભે ।। ૩ ।।

ચુંદડી નયણા ભરીને નીરખી નારદે રે, સનકાદિકે કર્યો સતકાર રે.. શોભે ।। ૪ ।।

ચુંદડી વલ્લભ ઘણી છે વ્યાસને રે, વાલમિકે વખાણી વારમવાર રે.. શોભે ।। ૫ ।।

ચુંદડી શેષ વખાણે શારદા રે, નવ પામે તે પોતનો પાર રે.. શોભે ।। ૬ ।।

ચુંદડી અંતર પ્રીતે જે ઓઢશે રે, તેને સ્વપને નહિ ગમે સંસાર રે.. શોભે ।। ૭ ।।

ચુંદડી સારી સોયામણી રે, કયાર્ં અનેક જનના જો કાજ રે.. શોભે ।। ૮ ।।

મળ્યા નિષ્કુળાનંદનો નાથજી રે, દયા કરીને આપી અમને આજ રે.શોભે ।। ૯ ।।