(રાગ :- ધોળ) ‘મારી અવિચળ ચૂંકને રાખજો’- એ ઢાળ.
જીરે સજજ થાઓને સુંદરી,
મૂકી પરી આવ્યાની રે આશ કે, સુંદર સુંદરી. ।।
જીરે પ્રીત તજો રે પ્યારની, ચાલો ચાલો પિયુજીને પાસ કે; સુંદર ।। ૧ ।।
જીરે પંનર નવને પરહરી, તજો પંચ વિષયની રે પ્રીત કે; સુંદર ।।
જીરે અલ્પ સુખ આ સંસારનાં, તેની પશુ કરે પ્રતીત કે; સુંદર ।। ૨ ।।
જીરે ભર્યો ભવ ભંડાર કલેશનો, અંધઅંધ કે’વાય જે કૂપ કે; સુંદર ।।
જીરે જડ દુઃખ મિથ્યાને મેલી કરી, રહો સત ચિત આનંદ રૂપ કે; સુંદર ।। ૩ ।।
જીરે મોટાં ભાગ્ય કરી માનજયે, પામી અખંડ વર અવિનાશ કે; સુંદર ।।
જીરે નિષ્કુળાનંદના નાથનાં, રહ્યે ચરણ કમળનાં જો દાસ કે; સુંદર ।। ૪ ।।