છપય છંદ
જય જય મંગળરૂપ અનુપ જય જગવંદ ।।
જય જગકારણ તારણ ભવભંજન દુઃખદ્વંદ્વ ।।
જય જય મહારાજ અધિરાજ અકળ અજિતં ।।
જય જય કંદન કાળ દયાળ નર તન નીતં ।।
જય જનરંજન ભંજન ભય મંજન બુદ્ધિ દેણ મુદા ।।
શ્રીસહજાનંદ આનંદકંદ વારમવાર વંદુ સદા ।। ૧ ।।
જયજય વદત વેદ અભેદ વદન તે ચારે ।।
જયજય વદત શેષ મહેશ અજ સુર સારે ।।
જયજય વદત નારદ શારદ નામ તમાથા ।।
જયજય વદત મુનિશ હમેશ જોડી જુગ હાથા ।।
ઇન્દ્ર ચંદ્ર આદિ વંદત જોડી જુગલ પાણિ જહિ ।।
સિદ્ધ સાધક વંદત સદા શ્રીસહજાનંદ સુખ મહિ ।। ૨ ।।
ધન્ય ધન્ય તુહારો રાજ અખિલ બ્રહ્માંડમેં એકા ।।
ધન્ય ધન્ય તુહારો તેજ તપ રવિ કોટ વિશેકા ।।
ધન્ય ધન્ય ધન્ય પ્રતાપ થાપ ન થાયે તુહારો ।।
ધન્ય ધન્ય તુહારો રહેશ દેશ ન રે’શે ન્યારો ।।
ધન્ય ધન્ય જગ વર્જિત રીત સબનસે નૌતમ ન્યારી ।।
ધન્ય ધન્ય ધન્ય ધર્મધર સાહેબ સાહેબી તુહારી ।। ૩ ।।
ધન્ય તોરો દરબાર પાર પ્રજાપતિ નહિ પાવે ।।
અદલ ચૂકે એક ન્યાય તાયે નિગમ નેતિ ગાવે ।।
રંક રાહોકો રીત ન્યાયે ઉતારણ ।।
જુગ પ્રત્યે જાણ અદલ એક ધારણ ।।
ધર્મ મગ ધારણ કારણ તન સંત સમાવણ સંકટ સદા ।।
એહિ રીત અનાદિ રાજયમેં કરત નહિ અનીતિ કદા ।। ૪ ।।
ઇન્દ્રવિજય છંદ
સદા સુખરૂપ અનુપ એ રીતિ દ્વાર આયે કોઈ દુઃખી ન હોહૈ ।।
જન જેહિ મનવાંછિત જે ચિત્ત ભાવત પાવત સુખહિ સોહૈ ।।
ફરી ન હોય કંગાલ ક દી નર દુષ્ટ દારિદ્ર રહે નહિ કોહૈ ।।
હોય નિઃશંક રહે નહિ રંકહિ સુખ અખંડ પાવે નર ઓહૈ ।। ૫ ।।
આનંદકંદ સદા શિવ ગાવત પાવત નાહિ સો પાર તુહારો ।।
શેષ રટે નિત સહસ્રફણામાંહિ જુગલ જિહ્વાએ કરે ઉચ્ચારો ।।
વિધિ વદે મુખ ચાર ઉચ્ચાર અપાર અપાર લહે નહિ પારો ।।
દેવ દનુજ મુનિજન નર બુદ્ધિએ કો કરે નિરધારો ।। ૬ ।।
અગમ અગમ કહે જયૌ નિગમ અજ ન પાવત પાર જયૌ આપે ।।
અગમ અગમ ઈશ વખાનત અમર ઇન્દ્ર જયૌ અગમ થાપે ।।
ચંદ્ર અહીન્દ્ર કહે નિત અગમ સૂર જું દૂર અગમ આલાપે ।।
નારદ શારદ સો કહે અગમ નિષ્કુલાનંદ તાહેકો ન માપે ।। ૭ ।।
અપાર અપાર પુરાણ કહેજયું અપાર અપાર કુરાન કાવૈ ।।
અપાર અપાર કહે સિદ્ધ ચારણ અપાર અપાર ગાંધર્વ ગાવૈ ।।
અપાર અપાર કહે સબ મુનિ અપાર અપાર સંત સરાવૈ ।।
અપાર અપાર કહે સબ કવિ નિષ્કુલાનંદકો પાર ન પાવૈ ।। ૮ ।।
છંદ મોતીદામ
અપાર અપાર અપાર ગોપાળ, અપાર અપાર અપાર દયાળ ।।
અપાર અપાર અપાર અજીત, અપાર અપાર કો પાર ન લીત ।। ૯ ।।
અપાર અપાર લીયે અવતાર, અપાર કિયે કંઈ સંત ઉદ્ધાર ।।
અપાર અપાર ચરિત્ર અપાર, અપાર જયું વેદ ન પાવત પાર ।।૧૦।।
અપાર અપાર અસુર સંહાર, અપાર વિષય વિઘન નિવાર ।।
અપાર ધરે ધરા તન અનંત, અપાર અપાર લહે કો ન અંત ।।૧૧।।
અપાર મત્સ્ય કચ્છ કિયે ચરિત્ર, સુણી જીયે સોયે સદાયે પવિત્ર ।।
અપાર અપાર વારાહ નૃસિંગ, અપાર અપાર રખે જનરંગ ।।૧૨।।
અપાર ઉદાર વામન અકળ, અપાર ફરશિધર બળ પ્રબળ ।।
અપાર અપાર રાયે રઘુવીર, અપાર અસુર ધસે રણધીર ।।૧૩।।
અપાર અપાર કૃષ્ણ અવતાર, કિયે રાસક્રીડા અમિત અપાર ।।
અપાર બને બુદ્ધ બળ અનંત, જેણે જગઅઘ આણ્યો સબ અંત ।।૧૪।।
અપાર કલંક નિવારણ નાથ, કલકિયે રૂપ ધરે સમરાથ ।।
લિયે કલિ ધર્મ સબે જબ લોપ, અપાર ધરે અવતાર અનોપ ।।૧૫।।
સોહિ જન ભંજન દુઃખ સદાય, સેવક અનેક હિ કરવા સા’ય ।।
અનેક અનેક લિયે અવતાર, એક જન હેત અપાર અપાર ।।૧૬।।
જય જગજીવન જે જગદીશ, જય જગકારણ જે જગઈશ ।।
જય સમરથ જય સુખરૂપ, જય સુખ દાસ સદા શ્યામ અનુપ ।।૧૭।।
જય જન ભંજન ભૂધર ભીડ, જય પ્રભુ પાવન ટાળન પીડ ।।
જય દીનબંધુ જો દીનદયાળ, જય પ્રાણનાથ જન પ્રતિપાળ ।।૧૮।।
જય કરુણાનિધિ પૂરણકામ, જય સંત સર્વેતણું સુખધામ ।।
જય દુઃખહરણ દેવ મુરાર, જય વરદેણ કરણ વાર ।।૧૯।।
જય દાસ તાસ નિવારણ દુઃખ, જય સદા સંતઉ પાવન સુખ ।।
જય સુખસાગર શ્યામ સુજાણ, જય પ્રેમી જનના જીવનપ્રાણ ।।૨૦।।
જય રસરૂપ રસિક જો રાય, જોતાં જનમન તન તાપ જાય ।।
જય રસરૂપ અનુપ જીવન, જોઈ મન મગન રહે નિત્ય જન ।।૨૧।।
જય રસરૂપ રેલાવર રાજ, કરે રસરૂપ નિજજન કાજ ।।
જય રસરૂપ મૂરતિ રસિક, ઠેરો રૂપ ઠાકુર હૃદયે ઠિક ।।૨૨।।
જય રસરૂપ કરો રસરેલ, આવી મુજ પાસ વસો અલબેલ ।।
જય રસપાન કરાવો રાજન, મહારસમાં કરો જન મગન ।।૨૩।।
અહો રસરાય પૂરો મમ આશ, અહોનિશ દરશ વિના ઉદાશ ।।
કરગરું તુજ આગે કર જોડ, હરિ રંક સાથ ન કીજિયે હોડ ।।૨૪।।
આયો તુંજ શરણમે હું અનાથ, હરિ કરી હેત ગ્રહો મમ હાથ ।।
આવ્યો હું અનાથ તુજ દરબાર, મે’ ર મન આણી જોશે જો મોરાર ।।૨૫।।
પ્રભુ નહિ આવે ત્રછોડે હી પાર, શ્યામળિયા કરી જોશે હવે સાર ।।
છાંડે કેમ નાથ છૂટશો જો છેક, અલબેલા મુજ આધાર તું એક ।।૨૬।।
અવગુણ એક ન જોશો અમારો, તમે ગુણ નાથ ગ્રહેજો તમારો ।।
દુરબળ દાસ જોઈને દયાળ, કૃપા હવે કરી જોશે જો કૃપાળ ।।૨૭।।
પડ્યો તુંજ પલ્લે હું પ્રાણ આધાર, વિશ્વંભર હરિ કરો મુજ વા’ર ।।
કહો કોણ મુજ સરિખો કંગાલ, દેખ્યો નહિ તુંજ સરિખો દયાળ ।।૨૮।।
રાજ મુજ ઉપર ન કીજિયે રોષ, દયાળુ જો નાથ નિવારણ દોષ ।।
એવી સઈ અમતણી જો અભાગ્ય, ત્રિકમ ન કરો તમે રોષસે ત્યાગ ।।૨૯।।
રંક પર રાય ન કીજિયે રીસ, હોય સમોવડ્યશું હોડ્ય હમેશ ।।
વાદ હરિ કીજીયે જો હોય વડ્ય, તમારી હંુ નાથ નહિ તડોવડ્ય ।।૩૦।।
શ્યામળિયા આંટી અમારે જો સાથ, નરહરિ રાખી ન ઘટેજો નાથ ।।
અમસંગ રાજ કરો જૈયે એમ, કહો સુખ રહે શરીરે જો કેમ ।।૩૧।।
રાજ તમ વિના કરું કિંયા રાવ, માની જિયે અરજી માહેરી માવ ।।
દેખી દુઃખભંજન તું દરબાર; પીડાવંત પ્રભુ કરું હું પોકાર ।।૩૨।।
દોહા :-
સુણો પોકાર શ્યામળા, અમ તણી અરદાસ ।।
ભવદુઃખ ભંજન ભેટતાં, દુઃખી રહે કેમ દાસ ।।૩૩।।
તમે સદન છો સુખનું, મદન મૂર્તિ મહારાજ ।।
કષ્ટ સબ કંદન કરો, વદન દેખાડી વ્રજરાજ ।।૩૪।।
મનોહર સુંદર મૂરતિ, નખશિખા જોવા નાથ ।।
મન ઇચ્છે છે માહેરું, શ્યામ મળવા તમ સાથ ।।૩૫।।
સુંદર શોભા શ્યામળા, અજબ છબી અનુપ ।।
રે’જો હૃદિયા ભીતરે, રાજ તમારું રૂપ ।।૩૬।।
સંભારતાં સંકટ ટળે, ચિંતવતાં ચિત્ત લોભાય ।।
નયણે નીરખું નાથજી, ત્યારે તાપ સમાય ।।૩૭।।
ભાગે ભવદુઃખ ભેટતાં, મટે દિલની દાઝ ।।
શાંતિ વળે શરીરમાં, મુખ જોતાં મહારાજ ।।૩૮।।
મૂર્તિ તમારી માવજી, સુંદર સુખભંડાર ।।
વણ દીઠે વ્યાધિ વધે, અંતર જળે અપાર ।।૩૯।।
જયારે જોઉં જગપતિ, નિહાળી નિહાળી નાથ ।।
અંગોઅંગ અવલોકતાં, શ્યામ થાઉં સનાથ ।।૪૦।।
છંદ મોતીદામ
શોભે પગતળે સદા ચિહ્ન સોળ, આવે અવલોકતાં સુખ અતોલ ।।
સ્વસ્તિ અષ્ટકોણ સોયે અતિ સાર, જવ જાંબુ જોયે હોયે જયકાર ।।૪૧।।
વજર પતાક અંકુશ વિશેખ, આપે જો આનંદ અંબુજ ઊર્ધ્વરેખ ।।
દક્ષણહિ પાવ નવે ચિહ્ન દેખ, વામ પાયે સાત શોભે જો વિશેખ ।।૪૨।।
મત્સ્ય ત્રિકોણ દિયણ મહાસુખ, દેખી ગોપદ પલાયે જો દુઃખ ।।
કળશ ધનુષ વિલોકતાં વ્યોમ, સદા સુખ આપે ચિંતવતાં સોમ ।।૪૩।।
ચિહ્ન એહ સોળ ચિંતવતાં ચિત્ત, પળે સબ પાપ થાયે જો પુનિત ।।
ભજે જન અનેક ધરીને ભાવ, અધિક નીરખવા મન ઉત્સાવ ।।૪૪।।
પેખી પગ આંગળી પ્રેમ પુનિત, ચોંટે જન મન ચિંતવતાં ચિત્ત ।।
ઊર્ધ્વરેખ નખ અંગુઠે અંકિત, લલિત શોભિત ફણો જો લંકિત ।।૪૫।।
દેખી દોયે ઘૂંટી દિલ સુખ દેન, પેખે પળે પાપ પાતળીસિ પેંન ।।
કાંડાં પિંડી કોમળ પૂરણકામ, હેરિયે ગોઠન દોયે કરી હામ ।।૪૬।।
ડાબે પગે ચિહ્ન ચિંતવતા દોય, જાયે જો જંજાળ જંઘા દોયે જોય ।।
રજે રૂડું ઉદર સુંદર રૂપ, અતિ શોભે નાભિ એ ઊંડી અનુપ ।।૪૭।।
પડે વળ પેટે ત્રય પરમાણ, વિલોકિ જો ઉર કરું શું વખાણ ।।
શોભે કંઠ સુંદર કંબુ સમાન, નવ તિલ ત્યાંયે શોભે જો નિદાન ।।૪૮।।
ભજે ગજસુંઢ સરિખો જો ભુજ, તિયાં મન મોયે જોયે કોણી તુજ ।।
શોભે પોંચો પાંચ આંગળી સહિત, ચિંતવતાં નખ હરાય જો ચિત્ત ।।૪૯।।
લટકે અટકે મન નંદલાલ, નીરખી અધર થાઉં જો નિહાલ ।।
ઓપે દાંત અતિ કળી જો અનાર, અમૃત વેણ જિહ્વાએ ઉચ્ચાર ।।૫૦।।
મંદમંદ હાસે હસીને મહારાજ, દયાળુ હરો હરિ દિલની દાઝ ।।
નાસિકા નિરમળ નીરખી નેણ , દેખે દોયે ગાલ સોયે સુખદેણ ।।૫૧।।
દક્ષિણ કપોળ તિલ એક દેખ, વળી ત્રયે શીતળ શોભે વિશેખ ।।
નયણાં રસાળ વિશાળ નિહાલ, જોતાં સમ અંબુજ જાયે જંજાલ ।।૫૨।।
ભાળી જીયે ભ્રકુટિ ભ્રમર ભાલ, નળવટ જોયે જો હોયે નિહાલ ।।
જમણીય કોર ચિહ્ન તિયાં જોય, હરિજન જોયે હૈયે સુખ હોય ।।૫૩।।
દેખી દગ શ્રવણ સુંદર દોય, તિલ એક અવલ દેખિયે તોય ।।
શિર પર કેશ સુંદર શોભિત, સોહે શ્યામવર્ણ કાંયેક સફેત ।।૫૪।।
નખશિખ શોભા કહી કેમ જાય, અપાર અપાર અપાર કે’વાય ।।
મનોહર સુંદર મૂરતિ માવ, ભાળી મુજ ભીતર આવિયો ભાવ ।।૫૫।।
ચોટ્યું ચિત્ત ચિંતવ્યે ચંદ ચકોર, મળ્યું મન મેઘ મળે જેમ મોર ।।
જળ વિના મીન ન રહે જો જેમ, પ્રભુ તમ સાથે થયો મારે પ્રેમ ।।૫૬।।
બપૈયો ન લહે કેદી બીજું બુંદ, શ્વાંત વિના જો હોય સાત સમુદ્ર ।।
પકડિયે લકડી હાલર પાગ, તે તો તન જાયે ન થાયે જો ત્યાગ ।।૫૭।।
માનું રંગ ચડિયો ચોળ મજેઠ, નજરે ન દેખ્યો ઊતરતાં નેઠ ।।
વા’લા વળીવળી કહીએ સહી વાત, ભાળું જેમ પડી પટોળે જો ભાત ।।૫૮।।
અંતરમાં પડી આંટી હરિ એમ, કહો હવે નાથ કરિયે કેમ ।।
દિનકર પ્રગટે પશ્ચિમ દિશ, મેલું કેમ તોયે હરિ ખોટે મિશ ।।૫૯।।
સૂકે કોઈ કાળે સમુદ્ર તો સાત, વા’લા કેમ મેલાયે લીધી જો વાત ।।
હરિ તમે ગ્રહ્યો નથી એવો હાથ, નાસંતાં જે છુટાયે મારા જો નાથ ।।૬૦।।
સુખદેણ સુંદર શ્યામ સુજાણ, પ્રભુ તમે મારા છો જીવનપ્રાણ ।।
બાંધી પ્રીત તુજ સાથે બળવાન, દીજે હવે દયાળુ દર્શનદાન ।।૬૧।।
નવ રહિયે અમથી અળગા નાથ, શ્યામળિયા સદાયે રહીજે સાથ ।।
વેગળે જો રહ્યે ન વામે વરાધ, ઊપજે જો અંતર દુઃખ અગાધ ।।૬૨।।
પે’લી હરિ કરી તમે બહુ પ્રીત, અમ પર હેત કરિયું અમિત ।।
વિધવિધ વા’લા દેખાડી જો વા’લ, નેક રીતે જો કેમ નંદલાલ ।।૬૩।।
પરહરો પ્રભુ લહી કેમ પ્રાણ, શ્યામળિયા નાથ ન ઘટે સુજાણ ।।
તમ વિના બુઝે કેમ તનતાપ, અમારે જો અંતર રે’છે ઉતાપ ।।૬૪।।
દીઠા વિના દિલ દાઝે જો દયાળ, જોયા વિના જીવન ન સમે ઝાળ ।।
પળ એક જાયે જુગ પરિમાણ, તમારી એ રહે છે અમને તાણ ।।૬૫।।
મનોરથ કરે મળવાને મન, ઝંખે નેણ નિત્ય જોવાને જીવન ।।
અંગોઅંગ ભેટું આવોને અલબેલ, રસિલાજી આવી કરો રસરેલ ।।૬૬।।
લાડીલાજી લેવરાવીએ જો લાડ, ચિત્ત મારું જોવા કરે બહુ ચાડ ।।
નીરખું હું નયણાં ભરી જો નાથ, શ્યામળિયા થાઉં ત્યારે હું સનાથ ।।૬૭।।
ભાગે મારી ભૂધર ભેટતાં ભુખ, દેખી દૂર થાયે દયાળુ જો દુઃખ ।।
અણ દીઠે અંતર મારું ઉદાસ, પ્રભુ હવે પ્રીતે રહો મમ પાસ ।।૬૮।।
અલબેલા સુણી મારી અરદાસ, દુઃખી દીન છિન દયાળુ હું દાસ ।।
આણો કેમ ઉર મારો અપરાધ, અતિ તમે ગુણગંભીર અગાધ ।।૬૯।।
જુવો જયારે જીવન મારું જ જોણ, શોધે કેમ લાધે સારો શુભ ગુણ ।।
બહુનામી પાળો પોતાનું બિરદ, દીનબંધુ દાસ નિવારણ દરદ ।।૭૦।।
વદી મુજ કર્મતણો વા’લા વાંક, રખે રીસ કરી રોળો રાય રાંક ।।
કોઈ જન ગ્રહે કેસરીની કોર, જંબુક ન રીસ કરી શકે તિયાં જોર ।।૭૧।।
ખીજી કોઈ અમૃત જન ખાય, જુવો ગુણ તેનો તોયે કાંયે જાય ? ।।
આવી કોયે અર્કશું માગે અંધાર, દિયે કયાંથી દિન નથી જો દુવાર ।।૭૨।।
ચંદશું મંદ કોયે અગનિ ચા’ય, થકે સબ રીત શીતળ સો થાય ।।
કરે તેમ પ્રીત તમશું જો કોય, સદા સુખનિધિ પાવે જન સોય ।।૭૩।।
કદાચિત હોયે મુજ કઠણ કર્મ, શરણે આવ્યો શ્યામ રાખિયે શર્મ ।।
ભલા વસો ભૂધર જો મારાં ભાગ્ય, જીવન નથી તો કોયે મારી જાગ્ય ।।૭૪।।
ન કરશો નાથ એવી મુજ માથ, આવ્યો તુજ શરણ હું જ અનાથ ।।
રાખિયે રાખિયે શરણે હો રાજ, લક્ષ્મીવર તુજને છે જો લાજ ।।૭૫।।
કર્યા જેમ આગે અનેકનાં કાજ, એમ હરિ અમારું કરિયે આજ ।।
પ્રહ્લાદની જેમ કરી પ્રતિપાળ, દમ્યો હિરણ્યકશિપુ હાથે દયાળ ।।૭૬।।
અંબરીષ શાપ નિવાર્યો જો આપ, સ્થર કરી ધ્રુવે અવિચળ થાપ ।।
પ્રભુ સુણી ગજતણી જો પોકાર, આગે હરિ કર્યો અહલ્યા ઉદ્ધાર ।।૭૭।।
ભાવે કરી ખાયે ભીલડીનાં ફળ, કિયો હરિ ઉદ્ધાર ઢીમર કળ ।।
ભલીવિધે ઉદ્ધાર્યો કાગભુશંડ, અનાદિ બિરુદ જન તારે અખંડ ।।૭૮।।
દઈ લઈ લંક વિભીષણ દાત, ઉદ્ધારે રીંછ ભીંછ એ અખિલાત ।।
પ્રભુ કરી પક્ષ જટાયુ પ્રસિદ્ધ, ગણિકા ઉદ્ધારે ઉદ્ધારે જો ગીધ ।।૭૯।।
દુર્બળ વિદુર સુદામો દાસ, પ્રભુ અક્રૂર ઉદ્ધવ રખે પાસ ।।
વિઠ્ઠલ વ્રજજનની કરી વા’ર, નાથ વિષ નીર અગનિ નિવાર ।।૮૦।।
કર્યો જબ વાસવ વ્રજપર કોપ, ગિરિ ધરી કર રાખે ગાય ગોપ ।।
વસુદેવ દેવકીની કરી વા’ર, સોયે કંસ આદ્યે અસુર સંહાર ।।૮૧।।
કયુર્ં હરિ કુબજયા નારીનું કાજ, આપ્યું તમે ઉગ્રસેનને રાજ ।।
જુદ્ધ હરિ કરી જીતે જરાસંધ, બંધ છોડે સહસ્ર એકવિશ બંધ ।।૮૨।।
નરકાસુર મારી લિયે સબ નાર, આપે કિયો જય દેવનાર ઉદ્ધાર ।।
કયુર્ં પ્રતિપાળ જો પાંડવકુળ, પૂરે પ્રભુ પાંચાલીને પટકુળ ।।૮૩।।
રાખે ગર્ભવાસથી પરીક્ષિત રાય, સ્વામી કરે શાપથી દ્રૌપદી સહાય ।।
કર્યા જન અનેકનાં હરિ કાજ, મહા અઘવંત ઉદ્ધારે મહારાજ ।।૮૪।।
ઉદ્ધાર્યો અજામેલ કદ્રજ આપ, તમે હર્યો સ્વામી સેવકનો તાપ ।।
જુગોજુગ જનમ તારણ જન, પ્રભુ હરી પાપ કરો છો પાવન ।।૮૫।।
અવતાર લેવો કોનું એ છે કાજ, એક હરિ દેખાડો અમને આજ ।।
નહિ થાય રીત નવલી જો નાથ, હરિ કેમ મૂકો હવે ગ્રહો હાથ ।।૮૬।।
છોરું જો કછોરું હોયે કોઈ છેક, નથી કોઈ તાત તરછોડતા નેક ।।
ખરો કોય હોય હરિ ખાનાંજાત, ઘરનો જન જાણી ન થાય જો ઘાત ।।૮૭।।
નિભાવિયે નાથ કરિયે નજાર, હોયે હરિ મારા ગુન્હા જો હજાર ।।
સાંભળો સાંભળો શ્યામળા સુજાણ, બરકી બરકી કરું બુંબરાણ ।।૮૮।।
નાથ કેમ સાંભળો નહિ નિદાન, કેશવ બેઠા કેમ બુંદિને કાન ।।
એવો શિયો અમ તણો અપરાધ, અલબેલા સાંભળો નહિ આરાધ ।।૮૯।।
અચંબો આવે છે અમને જો એક, તમારી તમે ન સંભાળો કાં ટેક ।।
પ્રભુ હવે કરી રહ્યો હું પોકાર, વાલમ મન આવે તો કરજો વા’ર ।।૯૦।।
રાજ દરબાર કરી જો મેં રાવ, નજરમાં આવે તો કરજો ન્યાવ ।।
અમે કરી છૂટ્યા અમારો ઉપાય, શ્યામ હવે સૂઝે તો કરજો સહાય ।।૯૧।।
પોં’ચાડી પોકાર પ્રભુ તમ પાસ, અલબેલા અમતણી અરદાસ ।।
અરજી એ સુણી દયા દલ આણ, શ્યામળિયા સજ થાયે જો સુજાણ ।।૯૨।।
કવિત એકવીસો :-
ધાયે દ્રૌપદીકે કાજ, રાખીએ મા’રાજ લાજ, ।।
ગ્રહે જબ ગજરાજ, કાજ હરિ ધાયે હો ।।
ધાયે અજામેલ વા’ર, આયકે કિયો ઉદ્ધાર, ।।
પતિત ઉતારે પાર, વાર નહિ લાયે હો ।।
ગણિકા ગીધવ જાત, તારે હરિ કીરનાત, ।।
અહલ્યાકી કહું કયા બાત, શાપ જયાન સહાયે હો ।।
એસેહી મા’રાજ રાજ, અનેકકી રાખી લાજ, ।।
દુઃખી જન દેખી આજ, નાથ કેસે નાયે હો ।।૯૩।।
છંદ :-“ભુવનમંડલે” એ ઢાળ છે.
જય જગવંદ કહે મુનિવૃંદ, જન ચકોર ચંદ સ્વે સુખકંદ; ।।
હરો દુઃખદ્વંદ્વ બાલમુકુંદ, શ્રીસહજાનંદ આપો આનંદ. ।।૯૪।।
સુખજ કારણં ભવતારણં, જનોદ્ધારણં ભયનિવારણં; ।।
મોહમારણં કોપતારણં, શ્રીસહજાનંદ આપો આનંદ. ।।૯૫।।
સર્વ સુખધામ સંત વિશ્રામ, કરો મમ કામ સુંદર શ્યામ; ।।
પૂરો હરિ હામ કૌ’કરભામ, શ્રી સહજાનંદ આપો આનંદ. ।।૯૬।।
ભવ ભયે ભંગ શ્રીરાયે રંગ, સદા રહો સંગ તો રહે રંગ; ।।
અવલોકું અંગ આવે ઉમંગ, શ્રી સહજાનંદ આપો આનંદ. ।।૯૭।।
જો જોઉં હું મુખ તો થાયે સુખ, જાયે દિલ દુઃખ જો દેખું રુખ; ।।
ભાગે ભવભૂખ થાયે સંતોખ, શ્રી સહજાનંદ આપો આનંદ. ।।૯૮।।
સ્વામી કરો સા’ય મહા દુઃખમાંય, કરો વેળ્ય કાંય ગ્રહો હરિ બાંય; ।।
પ્રભુ લાગુ પાય શ્રીરંગરાય, શ્રી સહજાનંદ આપો આનંદ. ।।૯૯।।
સુણીજે પોકાર વારમવાર , અધમ ઉદ્ધાર બિરુદ સંભાર; ।।
નોધારાં ઉધાર કા’વો મોરાર, શ્રી સહજાનંદ આપો આનંદ. ।।૧૦૦।।
નિષ્કુળાનંદના નાથ એ સુણી ગાથ, શ્યામ રહો સાથ તો હું સનાથ; ।।
ભરીભરી બાથ મળીજે નાથ, શ્રી સહજાનંદ આપો આનંદ. ।।૧૦૧।।
દોહા :-
દરદ મારે દરશનનું, દીઠે દુઃખ પલાય ।।
દયા કરી હરિ દીજિયે, રાજી થૈને રાય ।।૧૦૨।।
નયણા ભરી નીરખશું, મોહન જયારે મુખ ।।
ટળશે તનતાપ તયે, જયારે જોશું રુખ ।।૧૦૩।।
દિલની વાતો દિલમાં, કહિયે કેની પાસ ।।
હસી બોલ્યા વિના હરિ, અંતર છે ઉદાસ ।।૧૦૪।।
માંગુ હું મગન થઈ, દીજે શ્યામ સુજાણ ।।
દિયો તો દરશન દિયો, લિયો તો લિજે પ્રાણ ।।૧૦૫।।
અરજી એહ અમ તણી, સુણી હરિ હરિજન ।।
દીન જાણીને મુજને, ઉભય થાવો પ્રસન્ન ।।૧૦૬।।
શુદ્ધ અશુદ્ધ સમઝું નહિ, પદ પ્રબંધ છંદ ।।
તમ પર મારી તાન છે, કહે નિષ્કુળાનંદ ।।૧૦૭।।
શું લખી સંભળાવિયે, નથી નાથ અજાણ ।।
અંતર બાહેર અમ તણી, સબ જાણો સુજાણ ।।૧૦૮।।
તમે સદા સુખધામ છો, તમે સદા સુખકંદ ।।
તમે સદા સુખરૂપ છો, જય જય સહજાનંદ ।।૧૦૯।।
ઇતિ શ્રીસહજાનંદસ્વામિશિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતઃ અરજીવિનયઃ સંપૂર્ણઃ ।