દોહા :

પછી વાજાં લઇ વિધવિધનાં, કર્યુ ગવૈયે ગાન ।।

તે ભેળા ભળી હરિ, ત્રોડે ત્રુગટિ તાન ।।૧।।

સંત સહુ ઉભા થઇ, રચ્યો મનોહર રાસ ।।

ફરે કરી કીરતનને, તે ભેળા ફરે અવિનાશ ।।૨।।

ચોપાઇ ધ્રુવપદી :

દીવો દીવી ને અજવાળે, દગે દીઠા છે ।। હાંડી ફાનસે રૂપાળે, દગે દીઠા છે ।।

ઝાડ મેતાબ ઉજાસે,દગે૦ । શશિ સૂરજને પ્રકાશે,દગે૦ ।।૩।।

બળતી અગ્નિ બપોરીયે,દગે૦ । ગમતી દેહ ઘણું ગોરીયે,દગે૦ ।।

ઉઘડી રાત્ય ઉડુગણ તેજે,દગે૦ । એહ વિના ઉજાસે બીજે,દગે૦ ।।૪।।

વસંતે વસ્ત્ર પેજારી વસંતિ,દગે૦ । ખાંત્યે ખેલ કરતા અતિ,દગે૦ ।।

અબિર ગુલાલ નાખતાં,દગે૦ । શોભા ન જાયે કૈજા ભાખતાં,દગે૦ ।।૫।।

કર લઇ ગુલાલ ગોટા,દગે૦ । નાખે નિજજન પર જોઇ મોટા,દગે૦ ।।

વળી પિચકારી નાખતાં,દગે૦ । કરતાં ખેલ બહુ મનગમતા,દગ૦ ।।૬।।

રંગ તાંસળી તાંબડીયે,દગે૦ । ઘણો ભરી ગાગરડીયે,દગે૦ ।।

રંગભીનો રમતા રંગે,દગે૦ । પોતાના સખા સંગે,દગે૦ ।।૭।।

સર્વે સખા રસબસ કરતાં,દગે૦ । દઇ તાળી ધૂન્ય ઓચરતાં,દગે૦ ।।

રમતાં રમતાં વસ્ત્ર અંગનાં,દગે૦ । થયા સરવે રાતા રંગના,દગે૦ ।।૮।।

કર ચરણ મુખ રંગેલે,દગે૦ । શોભે આંખ્યો તેજ ભરેલે,દગે૦ ।।

રમતાં કુસ્તિ મલની સાથે,દગે૦ । નાજાવા જાતા સંત સંગાથે,દગે૦ ।।૯।।

ચઢ્યા ઘણે મૂલે હરિ ઘોડે,દગે૦ । સર્વે સખા ચાલ્યા જોડે,દગે૦ ।।

નાહ્યા નિર્મળ જળમાં જઇ,દગે૦ । ત્યાં કરી લીલા કંઇ,દગે૦ ।।૧૦।।

નાજાતા નાજાતા સખા સાથે,દગે૦ । બહું નીર ઉછાળે હાથે,દગે૦ ।।

પછે નાહી નિસર્યા બાજારે,દગે૦ । પેજાર્યા કોરા વસ્ત્ર ત્યારે,દગે૦ ।।૧૧।।

કર્યો કુંકુમનો ચાંદલો,દગે૦ । બહુ શોભે છે તે ભલો,દગે૦ ।।

નાહી નાથ આવ્યા ઉતારે,દગે૦ । કર્યા દાસે દરશન ત્યારે,દગે૦ ।।૧૨।।

નાજાતા નદી નદ તલાવે,દગે૦ । કુંડ કૂવા સાગર વાવે,દગે૦ ।।

સમૈયા ઉત્સવ કરતાં,દગે૦ । મેળામાંહિ ઘોડે ફરતાં,દગે૦ ।।૧૩।।

મહારૂદ્ર અતિરૂદ્ર માંહિ,દગે૦ । કરી ચોરાશી પણ તાંહિ,દગે૦ ।।

બ્રહ્મભોજન કરાવ્યાં ભારે,દગે૦ । ખટ્માસ સુધી એક વારે,દગે૦ ।।૧૪।।

કર્યો વૃંદાનો ત્યાં વિવા,દગે૦ । ફર્યા ફૂલેકામાં એવા,દગે૦ ।।

ધરી ઢાલ અલૌકિક અસિ,દગે૦ । છડી લાકડી વળી વંસિ,દગે૦ ।।૧૫।।

ખેલ સાંગ કમાન તીરે,દગે૦ । બાંધ્યો કટાર મહાવીરે,દગે૦ ।।

પેચકબજ કટારીયે,દગે૦ । છત્ર ચામર અબદાગરીયે,દગે૦ ।।૧૬।।

વળી ચાલતા હરિ વાટે,દગે૦ । સરિતા સાગર ને ઘાટે,દગે૦ ।।

રસ્તે વણરસ્તે વિચરતાં,દગે૦ । વળી રાત્ય દિવસે ફરતાં,દગે૦ ।।૧૭।।

તાઢ તડકામાં સંઘ સાથે,દગે૦ । ચાલે મેઘ વરસતાં માથે,દગે૦ ।।

આંબા આંબલી છાંયડે,દગે૦ । આસોપાલવ પીપર વડે,દગે૦ ।।૧૮।।

પીપળ બકુળ બોરસડીયે,દગે૦ । બીજાં બહુ તરૂ બોરડીયે,દગે૦ ।।

ઠાકોર મંદિર કરવા કાજે,દગે૦ । લીધી માથે ઇંટ્ય મહારાજે,દગે૦ ।।૧૯।।

પથરકેલ મૃત્તિકા માથે,દગે૦ । લઇ ચાલે સખા સાથે,દગે૦ ।।

એમ હરિ મંદિર કરાવી,દગે૦। માંહી મૂર્તિયો પધરાવી,દગે૦ ।।૨૦।।

વળી હરિ મંદિરને ફરતાં,દગે૦ । સો સો પ્રદક્ષિણા કરતાં,દગે૦ ।।

જોતાં મૂર્તિ સુંદર સારી,દગે૦ । ધાતુ પાષાણ પટ પ્યારી,દગે૦ ।।૨૧।।

તેને દંડવત્ જો કરતાં,દગે૦ । વળી સામુ જોઇ બહુ રેજાતા,દગે૦ ।।

જમતા પ્રસાદી બહુ પ્રીતે,દગે૦ । તુળસીદળ નિર્મળ સમીતે,દગે૦ ।।૨૨।।

પીતાં દુધ પડતો દોરો,દગે૦ । પીધું ઘૃત ભરી કટોરો,દગે૦ ।।

વળી ઉત્સવ સમૈયા માંહિ,દગે૦ । આવ્યા દાસ હજારો ત્યાંહિ,દગે૦ ।।૨૩।।

કરે દર્શન પૂજા દાસ,દગે૦ । તેનું ગ્રહણ કરે અવિનાશ,દગે૦ ।।

પૂજી સ્પર્શી લાજાવો લીધો,દગે૦ । તેણે જન્મ સફળ કરી લીધો,દગે૦ ।।૨૪।।

જોઇ નાથ સમાધિ થઇ,દગે૦ । પડ્યાં પ્રાણ નાડી વિના કંઇ,દગે૦ ।।

નાજાવે સમાધિથી બાજારે,દગે૦ । વણ ભણે વેદ ઉચ્ચારે,દગે૦ ।।૨૫।।

વળી દેખે અક્ષરધામ,દગે૦ । લિયે ગોલોકનું નામ,દગે૦ ।।

શ્વેેતદ્વીપ વૈકુંઠ દેખે,દગે૦ । બ્રહ્મપુર કૈલાસ પેખે,દગે૦ ।।૨૬।।

વળી વિશાળાના વાસી,દગે૦ । દેખે છે જન તે સુખરાશી,દગે૦ ।।

જગાડે સમાધિમાંથી જયારે,દગે૦ । કરે વાત ધામની ત્યારે,દગે૦ ।।૨૭।।

તે સાંભળી સુખધામ,દગે૦ । હસે મંદ મંદ ઘનશ્યામ,દગે૦ ।। શ્વે

મુમુક્ષુને સાધુ કરતાં,દગે૦ । નંદપદવી નામ ધરતાં,દગે૦ ।।૨૮।।

કહે દેશ પ્રદેશ ફરજયો,દગે૦ । સ્વામિનારાયણ ઉચ્ચરજયો,દગે૦ ।।

કથા કીરતન જે કાજાવે,દગે૦ । સુંણે હરે હરે કરી ભાવે,દગે૦ ।।૨૯।।

કાવ્ય કવિની સાંભળતાં,દગે૦ । માળા તુલસીની ફેરવતાં,દગે૦ ।।

સુખડ્ય સુત્રની પણ સારી,દગે૦ । ફુલમાળા પર બલહારી,દગે૦ ।।૩૦।।

શહેર પુર ગામ ઘોષે,દગે૦ । ફુલવાડી વાડી નેસે,દગે૦ ।।

ખેત્ર ખળામાં મહારાજ,દગે૦ । તેનાં કામ કરાવા કાજ,દગે૦।।૩૧।।

રાજા રાંક ને ભુવને,દગે૦ । શેઠ શાહુકાર સદને,દગે૦ ।।

લોક પટેલને ઘેરે,દગે૦ । બ્રહ્મસભામાં બહુ વેરે,દગે૦ ।।૩૨।।

કોય રોગી જોગી જાણી,દગે૦ । જાય પોતે તિયાં તાણી,દગે૦ ।।

ખરી ખબર તેની લેતાં,દગે૦ । દિયે સુખ થાય જે દેતાં,દગે૦ ।।૩૩।।

ભુખ્યો પ્યાસો હોય કોઇ પ્રાણી,દ૦ । આપે અન્નજળ દુઃખીયો જાણી,દ૦ ।।

દીન ઉપર દયા ઘણી,દગે૦ । જેનો કોઇ ન હોય ધણી,દગે૦ ।।૩૪।।

વળી મોટાના મોજાબતી,દગે૦ । જન સારાના સોબતી,દગે૦ ।।

જાતાં વિવાજા વરામાંહી,દગે૦ । જઇ આવે પોતે ત્યાંહી,દગે૦ ।।૩૫।।

કેને ઘેર થયા મેજામાન,દગે૦ । કયુર્ં બહુ તેણે સનમાન,દગે૦ ।।

વળી મેજામાન રાખતાં,દગે૦ । તેની અવલાઇ સાંખતા,દગે૦ ।।૩૬।।

માંદાને જોવા જાતાં,દગે૦ । વળી વઢતાં ને વારતાં,દગે૦ ।।

સબળ નિર્બળને સંતાપે,દગે૦ । તેતો ખમી ન શકે આપે,દગે૦ ।।૩૭।।

દુઃખી ગરીબની ગમ લેવી,દગે૦ । હરિની સહજ પ્રકૃતિ એવી,દગે૦ ।।

કેને પ્રસાદી આપતાં,દગે૦ । દર્શન દઇ દુઃખ કાપતાં,દગે૦ ।।૩૮।।

કેને ફુલહાર દિયે વસ્ત્ર,દગે૦ । ઘોડાં ઘરેણાં ને શસ્ત્ર,દગે૦ ।।

કેને ગાયો મહીષી રૂપૈયા,દગે૦ । કોરી કણ ન જાય કહ્યાં,દગે૦ ।।૩૯।।

જમાડે સાધુને સુખકારી,દગે૦ । જમે સાંખ્યયોગી સંસારી,દગે૦ ।।

બ્રાહ્મણ બ્રહ્મચારી ભેખધારી,દગે૦ । જમાડ્યાં રાંક મઉ નરનારી,દગે૦ ।।૪૦।।

મઉને વસ્ત્ર રૂપૈયા દીધા,દગે૦ । બહુ દુઃખીયા સુખિયા કીધા,દગે૦ ।।

ભાટ ચારણ ઢાઢિ લંગા,દગે૦ । રાવલ રાસલિયાં જન મંગા,દગે૦ ।।૪૧।।

તેને વસ્ત્ર ઘરેણાં ઘોડાં,દગે૦ । આપ્યાં ઘણાં નહી કાંય થોડાં,દગે૦ ।।

વાવ્ય કુંડ કૂવા તલાવે,દગે૦ । તેતો પ્રભુ પોતે ગળાવે,દગે૦ ।।૪૨।।

પર્વ સદાવ્રત બંધાવ્યાં,દગે૦ । આપ્યાં અનાવટે અન્ન ભાવ્યાં,દગે૦ ।।

જ્ઞાન વૈરાગ્ય ને ધર્મ,દગે૦ । કેજાતા ભકિતનો વળી મર્મ,દગે૦ ।।૪૩।।

પંચવિષય પરાજય કરી,દગે૦ । જીવને ભજાવતાં હરિ,દગે૦ ।।

કેનેક કેજાવું ઘટે તે કેજાતા,દગે૦ । કોયનું સાંભળી પણ લેતાં,દગે૦ ।।૪૪।।

હસતાં રમતાં નાજાતાં ખાતાં,દગે૦ । ઘોડાં ખેલવી ફુદડી ફરતાં,દગે૦ ।।

ધીરા ઉતાવળા પગ ધરતાં,દગે૦ । વળી કરનાં લટકાં કરતાં,દગે૦ ।।૪૫।।

જાતાં વળતાં ગાતાં કેજાતા,દગે૦ । નીર ખીર અમીરસ પીતાં,દગે૦ ।।

આસન કરતાં મુન્ય ગ્રહેતાં,દગે૦ । ઉદાસી રહે સૂઇ જાગતાં,દગે૦ ।।૪૬।।

પ્રકરણ ફેરી ધર્મ થાપતાં,દગે૦ । કરતાં નિજજનને નિમ રતા,દગે૦ ।।

ગિરિગહ્વર વન ઉપવને,દગે૦ । જોયા દેશ પ્રદેશે જીવનને,દગે૦ ।।૪૭।।

તાપસવેષે કેશ શિશે,દગે૦ । એમ જીવ બહુ ઉપદેશે,દગે૦ ।।

નાસાગ્રેવૃત્તિ વણસમરતિ,દગે૦ । આંખ્ય મટકું પણ ન ભરતી,દગે૦ ।।૪૮।।

પ્રાણાયામ કરતાં યોગ શિખતાં,દગે૦ । યોગકળા દેખાડી દેતાં,દગે૦ ।।

એવી અનેક રૂડી રીતે,દગે૦ । ચિંતવું છું મૂર્તિ ચિત્તે,દગે૦ ।।૪૯।।

સૂતાં બેઠાં ને જાગતાં,દગે૦ । જાય દન એમ ચિંતવતાં,દગે૦ ।।

તેણે રહે છે અતિ આનંદ,દગે૦ । એમ કહે નિષ્કુળાનંદ,દગે૦ ।।૫૦।।

ઇતિ શ્રી હરિસ્મૃતિ મધ્યે ચતુર્થ ચિંતામણિઃ ।।।।