દોહા :-

કરપતર થાળી થાળમાં, ત્રાંસળી કટોરા ત્રાંસ ।।

પનવાડાં પડિયા વાટકા, જમ્યા કનક ઠામે અવિનાશ ।।૧।।

અબખોરા કટોરા કળસિયા, કઠારી ઝારી તુંબ કમંડળ ।।

ચળુ કરી ચતુરાઇશું, પીધાં નિરમળ જળ ।।૨।।

ચોપાઇ ધ્રુવપદી :

દાંત સુધારી બેઠા પાટે, ભૂધર ભાળ્યા છે. ।। આવ્યા જન પૂજવા માટે, ભૂધર ભાળ્યા છે. ।।

ચરચે ચંદન મળિયાગરે,ભૂધર૦ । કુંકુમ કસ્તુરી કેસરે,ભૂધર૦ ।।૩।।

સારી સુખડ શરીરે,ભૂધર૦ । જને ચરચી ધીરે ધીરે,ભૂધર૦ ।।

કર્યા કુંુકુમના ચાંદલા,ભૂધર૦ । શોભે ચોખા ચોડ્યા ભલા,ભૂધર૦ ।।૪।।

હૈયે લલાટે બે હાથે,ભૂધર૦ । કર્યા તિલક ચંદ્ર સાથે,ભૂધર૦ ।।

અંગે અંબર વિના રેજાતા,,ભૂધર૦ । દિગંબર દર્શન દેતા,ભૂધર૦ ।।૫।।

વનકળ વાઘાંબર સુંદરે,ભૂધર૦ । મૃગાજિન ટાટાંબરે,ભૂધર૦ ।।

પછી કોપીન કટવેડે,ભૂધર૦ । રાખી અલફી તાર કેડે,ભૂધર૦ ।।૬।।

ગોદડી ચાદર ચોફાળે,ભૂધર૦ । દિધા દરશન દયાળે,ભૂધર૦ ।।

ખેસ ધોતી પોતી પેજારી,ભૂધર૦ । ગુઢે રેંટે લેજારી,ભૂધર૦ ।।૭।।

સુરવાળ ગુડકી જામે,ભૂધર૦ । જોઇ અંગરખી દુઃખ વામે,ભૂધર૦ ।।

પેરી આંગી અંગે વાજાલે,ભૂધર૦ । કસી કમર દુસાલે,ભૂધર૦ ।।૮।।

ડગલી સોનેરી રૂપેરી,ભૂધર૦ । કીનખાપની જો પેજારી,ભૂધર૦ ।।

ડગલી જરીની પેજારેલ,ભૂધર૦ । બોરકસુની બાંધેલ,ભૂધર૦ ।।૯।।

પટુ પાંબરી ચકમે,ભૂધર૦ । શાલ દુશાલે દુઃખ શમે,ભૂધર૦ ।।

બોરીચોફાળ રૂમાલે,ભૂધર૦ । પેજાર્યો રાતો રેંટો વાલે,ભૂધર૦ ।।૧૦।।

ડગલી ગરમ પોસની પેજારિયે,ભૂધર૦ । પાઘ કસુંબી સોનેરીયે,ભૂધર૦ ।।

વસ્ત્ર અત્તરમાં રસબસે,ભૂધર૦ । બોકાની પાઘડીયે ધસમસે,ભૂધર૦ ।।૧૧।।

મુગટ કુંડળ મોલિડે,ભૂધર૦ । કસુંબી ફેંટે કંકોલીડે,ભૂધર૦ ।।

પાઘ મુગલી મરેઠીયે,ભૂધર૦ । સુરતી કાઠીની સોરઠીયે,ભૂધર૦ ।।૧૨।।

ટોપી કચ્છ કવે ડા ફલૂ ની,ભધૂ ર૦ । ગંજાુ જરિયાન મહામલૂ ની,ભધૂ ર૦ ।।

તોરા ગજરા બાજુએ,ભૂધર૦ । કંકણ ફૂલ ને કાજુએ,ભૂધર૦ ।।૧૩।।

ગુંજા રતાંજળી હારે,ભૂધર૦ । અર્ક અનકણના અપારે,ભૂધર૦ ।।

ગુલાબ ગુલદાવદી માલે,ભૂધર૦ । ચંપા ચંમેલી વિશાલે,ભૂધર૦ ।।૧૪।।

ગુલસુમના ગોટા હજારી,ભૂધર૦ । ફેંટો ફૂલપછેડી ધારી,ભૂધર૦ ।।

હીરા મોતી મણિ માળે,ભૂધર૦ । પના પીરોજા પ્રવાળે,ભૂધર૦ ।।૧૫।।

ફુલ કપૂર ને હારે,ભૂધર૦ । બાજુ તોરા પવિત્રાં સારે,ભૂધર૦ ।।

સોના પાઘ સોના ઝરમરિયાં,ભૂધર૦ । છોગાં પણ સોનેરી ધરીયા,ભૂધર૦ ।।૧૬।।

તોરા શિરપેચ સોનાને,ભૂધર૦ । ખોસ્યાં ફૂલ સોનાનાં કાને,ભૂધર૦ ।।

સોના દોરો સોનાસાંકળિયે,ભૂધર૦ । સોના માળા સોનામાંદળીયે,ભૂધર૦ ।।૧૭।।

હાર કંઠી પણ કનકને,ભૂધર૦ । બલિહારી એ બાનકને,ભૂધર૦ ।।

હીરા સાંકળી ઝુમણું,ભૂધર૦ । શોભે કાને કુંડળ ઘણું,ભૂધર૦ ।।૧૮।।

સોના બાજુ સોના કડે,ભૂધર૦ । પોંચી વેઢ વીંટી નંગ જડ્યે,ભૂધર૦ ।।

કરડા ફેરવા અંગુઠી,ભૂધર૦ । મુદ્રિકા સોનાની દીઠી,ભૂધર૦ ।।૧૯।।

કટી મેખળા ને તોડો,ભૂધર૦ । શોભે સોનાનો તે રુડો,ભૂધર૦ ।।

પેજારી રૂપાની ચાંખડિયે,ભૂધર૦ । એવા દીઠા છે આંખડિયે,ભૂધર૦ ।।૨૦।।

ઘમકે ઘુઘરીયો ખડાયે,ભૂધર૦ । ચડતાં પગથિયે ચડાયે,ભૂધર૦ ।।

પેજારી કમળફુલવાળી,ભૂધર૦ । ચમકે ચંપાની રૂપાળી,ભૂધર૦ ।।૨૧।।

સાગ સીસમની પણ સારી,ભૂધર૦ । ચરણે ચાંખડિયો ચમકારી,ભૂધર૦ ।।

કિશોરી સૂતર ને વાણે,ભૂધર૦ । મોજડી ઓખાઇ અણવાણે,ભૂધર૦ ।।૨૨।।

ખાટ્ય પાટ્ય ને પલંગે,ભૂધર૦ । બેઠા ઢોલિયે ઉમંગે,ભૂધર૦ ।।

છપર પલંગ ખાટલે,ભૂધર૦ । ખૂરશી બાજોઠ પાટલે,ભૂધર૦ ।।૨૩।।

સાંગામાંચી સિંહાસને,ભૂધર૦ । ગાદી ચાકળે આસને,ભૂધર૦ ।।

મેડે મંચે ડોલ હીંડોલે,ભૂધર૦ । ગોખ વાજાણ વંડી દેવાલે,ભૂધર૦ ।।૨૪।।

કૂબા ઘર મેડી હવેલી,ભૂધર૦ । બેઠા બંગલે શંકા મેલી,ભૂધર૦ ।।

મંદિર મંડપ દલિચા દેરે,ભૂધર૦ । તંબુ રાવટીએ બહુવેરે,ભૂધર૦ ।।૨૫।।

અટારી અગાશી જાળિયે,ભૂધર૦ । બેઠા મોહનજી માળિયે,ભૂધર૦ ।।

ઓટે ઓસરી પડસાળે,ભૂધર૦ । દીધાં ત્યાં દરશન દયાળે,ભૂધર૦ ।।૨૬।।

બેઠા ચોક ફળી ચોતરે,ભૂધર૦ । છાંટી ભૂમિ ફૂવારા ભરે,ભૂધર૦ ।।

સારી આસણિ સાદરીયે,ભૂધર૦ । દરશન કામળી પર કરીયે,ભૂધર૦ ।।૨૭।।

ગોદડી ગોદડાં ગાદલાં,ભૂધર૦ । ત્યાં દરશન થયા છે ભલાં,ભૂધર૦ ।।

ઝાડ પાજાડ ને પાષાણે,ભૂધર૦ । બેઠા ભૂમિ પર જન જાણે,ભૂધર૦ ।।૨૮।।

ગાડી વેજાલ રથ પાલખીયે,ભૂધર૦ । મૂર્તિ મેને બેઠી લખીયે,ભૂધર૦ ।।

ગાડું ચારટ સુખપાલે,ભૂધર૦ । જુવે જન વાજાલાને વાજાલે,ભૂધર૦ ।।૨૯।।

કરિ કરલિએ બહુ બાજે,ભૂધર૦ । સોનેરી સખલાદિ સમાજે,ભૂધર૦ ।।

બેઠા નિજ સેવકને અંશે,ભૂધર૦ । જેમ બ્રહ્મા બેઠા હંસે,ભૂધર૦ ।।૩૦।।

એક સમામાં મુનિ મળી,ભૂધર૦ । આવ્યા પૂજા કરવા વળી,ભૂધર૦ ।।

વસ્ત્ર ઘરેણાં પેજારાવી,ભૂધર૦ । ચરચ્યાં ચંદન સુંદર લાવી,ભૂધર૦ ।।૩૧।।

ધૂપ દીપ પુષ્પહારે,ભૂધર૦ । કરી પૂજા બહુ પ્રકારે,ભૂધર૦ ।।

પછી ઉતારી આરતિ,ભૂધર૦ । કરી ધુન્ય સ્તુતિ અતિ,ભૂધર૦ ।।૩૨।।

પછી પ્રભુ થયા પ્રસન્ન,ભૂધર૦ । મળ્યા નિજજનને જીવન,ભૂધર૦ ।।

ચરચ્યાં ચરણ બે ચંદને,ભૂધર૦ । લીધાં ઉર વચ્ચે નિજજને,ભૂધર૦ ।।૩૩।।

છાપી નિજજનની એમ છાતી,ભૂધર૦ । પછી બેસારી પંગતી,ભૂધર૦ ।।

બેઠા પંગતે મુનિરાજ,ભૂધર૦ । આવ્યા પીરસવા મહારાજ,ભૂધર૦ ।।૩૪।।

પીરસે પંગતમાં હરિ પોતે,ભૂધર૦ । જન તૃપ્ત ન થાય જોતે,ભૂધર૦।।

લાડુ જલેબી લઇને,ભૂધર૦ । જાય જોરાજોર દઇને,ભૂધર૦ ।।૩૫।।

બહુ પીરસે પ્રેમે કરી,ભૂધર૦ । ફરે પંગતમાં ફરીફરી,ભૂધર૦ ।।

લેઇ લેઇ ભોજનનાં નામ,ભૂધર૦ । આપે ઘણે હેતે ઘનશ્યામ,ભૂધર૦ ।।૩૬।।

લીધા લટકે લાડુ હાથ,ભૂધર૦ । નિજજન જમાડે નાથ,ભૂધર૦ ।।

માસુખ મુખમાં મોદક આપે,ભૂધર૦ । વળી મસ્તક ચરણે છાપે,ભૂધર૦ ।।૩૭।।

દેતા દહીં દુધ દોવટે,ભૂધર૦ । આપે ખાંડ સાકર કર મોટે,ભૂધર૦ ।।

પેજારી પછેડી ખેસની,ભૂધર૦ । શોભા શી કહું વેષની,ભૂધર૦ ।।૩૮।।

ચાલે ઉતાવળા ચટકે,ભૂધર૦ । પેજારી ગુડકી નાડી લટકે,ભૂધર૦ ।।

ફરે પંગતમાં બહુ ફેરા,ભૂધર૦ । પીરસે પાક પોતે ઘણેરા,ભૂધર૦ ।।૩૯।।

એમ જોરે જન જમાડે,ભૂધર૦ । પીરસી પીરસી હાર પમાડે,ભૂધર૦ ।।

એમ જમાડ્યા જન જયારે,ભૂધર૦ । કર પગ ધોયા તે વારે,ભૂધર૦ ।।૪૦।।

પછી ઉતારે પધાર્યા,ભૂધર૦ । નિજજન મન મોદ વધાર્યા,ભૂધર૦ ।।

ત્યાં ઢોલીયો ઢાળેલે,ભૂધર૦ । તેપર પાથરણાં પાથરેલે,ભૂધર૦ ।।૪૧।।

સુંદર ગાદલાં ગોદડે,ભૂધર૦ । ઓછાડ ઓસિસાં રુડે,ભૂધર૦ ।।

મેલ્યાં ગાલમસુરિયાં ગાલે,ભૂધર૦ । ચાંપેચરણ નિજજન વાજાલે,ભૂધર૦ ।।૪૨।।

શીત ૠતુમાંહિ સારી,ભૂધર૦ । તાપે સુખડ્યે સુખકારી,ભૂધર૦ ।।

ચકમો ચોફાળ રજાઇ,ભૂધર૦ । ઓઢી પછેડી તે માંઇ,ભૂધર૦ ।।૪૩।।

ઉષ્ણ ઋતુમાં અવિનાશી,ભૂધર૦ । શીતળ જળ પીતાં સુખરાશી,ભૂધર૦ ।।

પંખા કરતાં સેવક પાસે,ભૂધર૦ । શીતળ ચંદન ચરચ્યાં દાસે,ભૂધર૦ ।।૪૪।।

ચોમાસામાં ચઢી ચાંખડીયે,ભૂધર૦ । સુંદર સારી કર લાકડીયે,ભૂધર૦ ।।

ઓઢી કામળી સુંવાળી,ભૂધર૦ । ધારી છતરી રૂપાળી,ભૂધર૦ ।।૪૫।।

આવી બેઠા સભામાંય,ભૂધર૦ । જન સર્વે લાગ્યા પાય,ભૂધર૦ ।।

ત્યાં પરિયંક પાથરણે,ભૂધર૦ । બેઠા રસિયો રાજીપણે,ભૂધર૦ ।।૪૬।।

તેપર ઓછાડ સોરંગી,ભૂધર૦ । બેઠા તકિયાને ઓઠંગી,ભૂધર૦ ।।

નિરખી જન મન મગન થયાં,ભૂધર૦ । સુંદર હાર પેજારાવ્યા તિયાં,ભૂધર૦ ।।૪૭।।

પછી ત્યાગી ગૃહી દાસે,ભૂધર૦ । પૂછ્યા પ્રશ્ન પ્રભુ પાસે,ભૂધર૦ ।।

તેનો ઉત્તર કરતાં આપે,ભૂધર૦ । કર લટકાં કરી દુઃખ કાપે,ભૂધર૦ ।।૪૮।।

રૂડા પ્રશ્નને સાંભળી,ભૂધર૦ । ઉઠ્યા જનને મળવા વળી,ભૂધર૦ ।।

મળ્યા ત્યાગીને બહુ ભાતી,ભૂધર૦ । પછી છાપી ચરણે છાતી,ભૂધર૦ ।।૪૯।।

પછી સત્સંગી સુખસીમા,ભૂધર૦ । લીધાં તેણે ચરણ છાતીમાં,ભૂધર૦ ।।

એવાં અલૌકિક સુખ દેતાં,ભૂધર૦ । આનંદ નિષ્કુળાનંદ લેતાં,ભૂધર૦ ।।૫૦।।

ઇતિ શ્રી હરિસ્મૃતિ મધ્યે તૃતીય ચિંતામણિઃ ।।।।