દોહા:-

મનોહર સુંદર મૂરતિ, સહજાનંદ સુખરૂપ ।।

નખશિખ સુધી નિરખતાં, આવે આનંદ અનૂપ ।।૧।।

પ્રથમ પ્રભુ પ્રગટને, રાખું હૃદયામાંય ।।

અંગોઅંગ અવલોકીને, અંતર રહું ઉછાય ।।૨।।

ચોપાઇ ધ્રુવપદી :

પુરુષોત્તમ પરમ દયાળ, નાથ નિરખ્યા છે ।।શ્રીભકિતધર્મના બાળ, નાથ નિરખ્યા છે ।।

સુખદાયી સહજાનંદ,નાથ૦ । સત્સંગીના સુખકંદ,નાથ૦ ।।૩।।

અંગોઅંગમાં અવિનાશ,નાથ૦ । તેણે હૈયે છે હુલાસ,નાથ૦ ।।

પ્રથમ પેખીને બે પાવ,નાથ૦ । આવે અંતરે ઉછાવ,નાથ૦ ।।૪।।

અંબુજ અરૂણ વર્ણ બે ચરણ,નાથ૦ । હરિભકતના ભયહરણ,નાથ૦ ।।

તેમાં શોભે ચિહ્ન સોળ,નાથ૦ । અવલોકે સુખ અતોળ, નાથ૦ ।।૫।।

જમણા ચરણનાં ચિહ્ન જોઇ,નાથ૦ । સ્વસ્તિ અષ્ટકોણ છે સોઇ,નાથ૦ ।।

વજ્ર અંકુશ ને ધ્વજ,નાથ૦ । જવ જાંબુ કહીયે કંજ,નાથ૦ ।।૬।।

પગ બેહુમાં ઉર્ધ્વરેખ,નાથ૦ । શોભે અતિશય વિશેષ,નાથ૦ ।।

પગ ડાબે ચિહ્ન સાત,નાથ૦ । સદા સુખદાયી સાક્ષાત,નાથ૦ ।।૭।।

મત્સ ત્રિકોણ ને વ્યોમ,નાથ૦ । કલશ ધનુષ ને સોમ,નાથ૦ ।।

ગોપદ સોતા ગણિયે સાત,નાથ૦ । સોળે ચિહ્ન એહ વિખ્યાત,નાથ૦ ।।૮।।

જમણે અંગુઠે નખમાંય,નાથ૦ । શોભે ઉર્ધ્વરેખ એક ત્યાંય,નાથ૦ ।।

બેઉ પાવલિયા પૂનિત,નાથ૦ । ચોટે આંગળીયો જોઇ ચિત્ત,નાથ૦ ।।૯।।

જેવી અરૂણ કમળની કળી,નાથ૦ । એવી શોભે પગ આંગળી,નાથ૦ ।।

નખશ્રેણી મણિસમ,નાથ૦ । ઉપડતા ને રુડા રમ્ય,નાથ૦ ।।૧૦।।

અંગુઠા આંગળિયું બહુ સારી,નાથ૦ । જોઇ અંતર લિયો ઉતારી,નાથ૦ ।।

આંગળી અંગુઠા ઉપર,નાથ૦ । શોભે ઝીણા રોમ સુંદર,નાથ૦ ।।૧૧।।

ફણા તણા લાંક જોઇ,નાથ૦ । શોભે ઘુંટી ઘણું દોઇ,નાથ૦ ।।

ગોળ રંગચોળ બે પેની,નાથ૦ । શું હું કહું શોભા તેની,નાથ૦ ।।૧૨।।

કાંડાં કોમળ બે કહીએ,નાથ૦ । જંઘા જોઇને સુખ લઇએ,નાથ૦ ।।

પિંડી સરખી ને સુંવાળી, નાથ૦ । નળિ લાગે છે રૂપાળી, નાથ૦ ।।૧૩।।

જોયા જેવા છે બે જાનું,નાથ૦ । ઘુંટણ નામ ધામ શોભાનું,નાથ૦ ।।

ડાબા જાનું પર ચિહ્ન જોઇ,નાથ૦ । મારૂ મન રહ્યું છે મોહી,નાથ૦ ।।૧૪।।

ઉરૂ શોભે સુંદર સુંવાળા,નાથ૦ । રંભાસ્થંભ સાથળ રૂપાળા,નાથ૦ ।।

દુંદ ફાંદ દગે દેખી,નાથ૦ । મારી ધન્ય કમાઇ લેખી,નાથ૦ ।।૧૫।।

કોમળ કટી કહીએ કેવી,નાથ૦ । જોઇ અંતર ધાર્યા જેવી,નાથ૦ ।।

પેજારી વળ દેઇ પછેડી,નાથ૦ । મારૂ મન બાંધ્યાની બેડી,નાથ૦ ।।૧૬।।

ઉંડી નાભિ ગોળ ગંભીર,નાથ૦ । જોઇ જીવ ધરે છે ધીર,નાથ૦ ।।

પેટ રુડુ ને રૂપાળુ,નાથ૦ । પિપળપાન સમ સુંવાળું,નાથ૦ ।।૧૭।।

ત્રિવળી પડે છે જો તેમાં,નાથ૦ । પોયણ સમ શીતળ સુખ જેમાં,નાથ૦ ।।

નળ નીરખી મોહ્યું મન,નાથ૦ । શોભે સુંદર શ્યામ સ્તન,નાથ૦ ।।૧૮।।

છબીદાર ઉપડતી છાતી,નાથ૦ । પોજાળી રૂપાળી રંગરાતી,નાથ૦ ।।

હેતે ભયુર્ં અતિ હૈયું,નાથ૦ । તે કેમ કરી જાય કહ્યું,નાથ૦ ।।૧૯।।

કૂખ પડખા બે બગલું,નાથ૦ । જોતા સુખ આવે છે ભલું,નાથ૦ ।।

ખભા ખૂબ જોયા મેં ખાંતે,નાથ૦ । શોભા શું વખાણું વાતે,નાથ૦ ।।૨૦।।

ભુજા ભરી બેઉ બળે,નાથ૦ । જોઇ જનમ મરણ ભય ટળે,નાથ૦ ।।

અતિ આજાનું બે બાહુ,નાથ૦ । જોઇ બલહારી હું જાઉં,નાથ૦ ।।૨૧।।

ગજ સુંઢ સરીખી શોભે,નાથ૦ । દેખી લોચન મારાં લોભે,નાથ૦ ।।

દિલ માન્યું જોઇ ડેડરિયો,નાથ૦ । ગોળ અતોળ વળભરીયો,નાથ૦ ।।૨૨।।

કોણી સુંદર શ્યામ સુંવાળી,નાથ૦ । રુડી લાગે છે રૂપાળી,નાથ૦ ।।

કળાઇ કાંડાં કૈજાએ કરભ,નાથ૦ । જોઇ ગળે મીનમન ગરભ,નાથ૦ ।।૨૩।।

હાથ હથેળી છે રાતી,નાથ૦ । જોઇ રેખા ઠરે છે છાતી,નાથ૦ ।।

પોંચે પાંચે આંગળીયો સારી,નાથ૦ । વેઢા વિરા ઉપર વારી,નાથ૦ ।।૨૪।।

તસુ ટેરવાં છે રાતાં,નાથ૦ । નથી કૈજાયે મેં કેજાવાતાં,નાથ૦ ।।

નખ લાલમણિ સમ સારા,નાથ૦ । તેતો મને લાગે પ્યારા,નાથ૦ ।।૨૫।।

તીખા અગ્ર ને તેજસ્વી,નાથ૦ । જોઇ જીવમાં ગયા વસી,નાથ૦ ।।

કર સુંદર સરખા બેઉ,નાથ૦ । જોઇ દિલ ઉતારી લેઉં,નાથ૦ ।।૨૬।।

કંઠ કંબુ સમ અવલ,નાથ૦ । તેના ખાડા વચ્ચે તલ,નાથ૦ ।।

ગળું રૂપાળું છે ઘણું,નાથ૦ । રુડું સુંદર સોયામણું,નાથ૦ ।।૨૭।।

દાઢી દેખી દિલડું ઠરિયું,નાથ૦ । જોઇ વિષયસુખ વિસરિયું,નાથ૦ ।।

એવી ચિબુકે ચિત્ત ચોટે,નાથ૦ । મન માન્યું મનોહર કોટે,નાથ૦ ।।૨૮।।

અધર પરવાળાં સમ પેખી,નાથ૦ । દિલડું રીઝ્યું તેને દેખી,નાથ૦ ।।

હેતે ભરી વાણી હોઠે,નાથ૦ । સુણી બીજે મન ન ગોઠે,નાથ૦ ।।૨૯।।

દેખી દાંતતણી આવળિયું,નાથ૦ । કહીએ કુંદકુસુમની કળિયું,નાથ૦ ।।

રુડા રૂપાળા રસભરિયા,નાથ૦ । સારા સુવર્ણે સાંકરિયા,નાથ૦ ।।૩૦।।

રસનાયે છે રૂડી વાણી,નાથ૦ । સુણી ચિત્તવૃત્તિ લોભાણી,નાથ૦ ।।

ચોખું બોલે છે ચતુરાયે,નાથ૦ । સુણી વાણી પર બલજાયે,નાથ૦ ।।૩૧।।

મુખ ભયુર્ં મનોહર હાસે,નાથ૦ । જોઇ જનમ મરણ દુઃખ નાસે,નાથ૦ ।।

નાસા અણિયાળી છે એવી,નાથ૦ । શુકચંચુ દીપશગ જેવી,નાથ૦ ।।૩૨।।

તે પર શિળિ ચિહ્ન નિહાળો,નાથ૦ । જમણે ગાલે તિલ રૂપાળો,નાથ૦ ।।

ગૌર કપોળ છે ગોળ,નાથ૦ । જોઇ આવે સુખ અતોળ,નાથ૦ ।।૩૩।।

કર્ણ હરણ દુઃખના કહિયે,નાથ૦ । જોઇ મોટા સુખને લઇએ,નાથ૦ ।।

વામ કાને બિંદુ શ્યામ,નાથ૦ । અતિ શોભે શોભાધામ,નાથ૦ ।।૩૪।।

કાનબૂટે ચોટે ચિત્ત,નાથ૦ । જોઇ મન થાય ચકિત,નાથ૦ ।।

વાંસો લાંસો વાલો લાગે,નાથ૦ । જોઇ તિલ મોટો દુઃખ ભાગે,નાથ૦ ।।૩૫।।

આંખ્યો મન ગમતી મર્માળી,નાથ૦ । રાતી રેખાયે રૂપાળી,નાથ૦ ।।

અતિ ભરી છે અમૃતે,નાથ૦ । નિહાળી જોઇ છે મેં નિરાંતે,નાથ૦ ।।૩૬।।

પાંપણ ઉપર કરચલિયું,નાથ૦ । સારી શોભે છે બે ભલિયું,નાથ૦ ।।

ભ્રકુટિ નયણે નિરખી,નાથ૦ । દિસે કામકમાન સરખી,નાથ૦ ।।૩૭।।

ભાલ વચ્ચે રેખા રૂડી,નાથ૦ । મારી મિટ તણી છે મૂડી,નાથ૦ ।।

મોટે ભાગ્યે ભર્યુ ભાલ,નાથ૦ । જોઇ લમણા છઉં નિહાલ,નાથ૦ ।।૩૮।।

નળવટ જોઇ મન લોભાણું,નાથ૦ । જાણ્યું દોયલા દિનનું નાણું,નાથ૦ ।।

કેશ કપાળ વચ્ચે કૈજાયે,નાથ૦ । ચિહ્ન ચિંતવી સુખ લૈયે,નાથ૦ ।।૩૯।।

તાળુ રૂપાળું છે તેહ,નાથ૦ । વાધે વિલોકે સનેહ,નાથ૦ ।।

સુંદર વાળ શ્વેત શ્યામ,નાથ૦ । પેખી થાય પુરણકામ,નાથ૦ ।।૪૦।।

શિખા સુંદર છે સારી,નાથ૦ । નખશિખા પર બલિહારી,નાથ૦ ।।

એવી મૂર્તિ મિરાંથ મારી,નાથ૦ । લેઉં અંતરે ઉતારી,નાથ૦ ।।૪૧।।

શોભે નખશિખા શરીર,નાથ૦ । ચિત્તે ચિંતવી ધરૂં ધીર,નાથ૦ ।।

પુષ્ટ અંગોઅંગ સુંદર,નાથ૦ । મૂર્તિ મરમાળી મનહર,નાથ૦ ।।૪૨।।

મૂર્તિ ઘણી છે ઘનશ્યામ,નાથ૦ । શાંત સ્વભાવે સુખધામ,નાથ૦ ।।

મહારાજની મૂર્તિ ન્યારી,નાથ૦ । કરચરણાદિક પર વારી,નાથ૦ ।।૪૩।।

અંગોઅંગે અવલોકી,નાથ૦ । આવે આનંદ અલોકી,નાથ૦ ।।

નખશિખા સુખની ખાણી,નાથ૦ । જીભે જાય નહિ વખાણી,નાથ૦ ।।૪૪।।

એવી મૂર્તિ મનરંજન,નાથ૦ । ચિત્તે ચિંતવું છું નિશદિન,નાથ૦ ।।

પ્રથમ પોઢી જાગે જયારે,નાથ૦ । જોઇ જન મગન મન ત્યારે,નાથ૦ ।।૪૫।।

દિયે દર્શન દીનદયાળ,નાથ૦ । નિજભકતના પ્રતિપાળ,નાથ૦ ।।

પછી દેહક્રિયા કરી આવે,નાથ૦ । હાથ મૃત્તિકાયે મટીયાવે,નાથ૦ ।।૪૬।।

ચોળી એકુકી આંગળીયો,નાથ૦ । ધોઇ શુદ્ધ કરે સઘળિયો,નાથ૦ ।।

પછી દાતણ કરતા શ્યામ,નાથ૦ । મુખ ધોઇ લોજાતા સુખધામ,નાથ૦ ।।૪૭।।

વતુ કરાવતાં વળી,નાથ૦ । નખ લેતાં દશ આંગળી,નાથ૦ ।।

અંગે અત્તર ચોળેલ,નાથ૦ । તેલ સુગંધી ફુલેલ,નાથ૦ ।।૪૮।।

વળી નાતા ઉન્હે નીરે,નાથ૦ । લુજાતાં લાંસુ પટ શરીરે,નાથ૦ ।।

બીજું પેજારે કોરું પટ,નાથ૦ । ચઢતાં ચાંખડીયે ચટ,નાથ૦ ।।૪૯।।

ઓઢી પછેડી પાવન,નાથ૦ । આવ્યા જમવાને જીવન,નાથ૦ ।।

બેઠા ચાકળે અવિનાશ,નાથ૦ । હતો નિષ્કુળાનંદ પાસ,નાથ૦ ।।૫૦।।

ઇતિ શ્રી હરિસ્મૃતિ મધ્યે પ્રથમ ચિંતામણિઃ ।।।।