રાગ:-સિંધુ
આકરે કાકરે કરવત કાઢિયું, વાઢિયું મસ્તક લલાટ લગે;
ધડક ફડક થડક નથી મને, અચળ અકડ ઊભા એક પગે. આકરે ।। ૧ ।।
છૂટી છોળ અતોળ લાલ લોહીની, તે જોઈ જન મન ચડી ચિત્તે ચિતરી;
દેખી ભૂપતિની વિપત્તિ મતિ ચળી, ઢળી વળી પડ્યાં મૂરછાયે કરી. આકરે ।। ૨ ।।
કરે કરેરાટ ચરેરાટ માંડ્યું ચાલવા, તે વામ અંગે એહની વાત જાણી;
એહ અંગ તેહ ઉમંગ ભંગ થયું, વળી આવી ગયું આંખ્યમાંય પાણી. આકરે ।। ૩ ।।
તે જોઈ દ્વિજ બોલિયો ક્રોધ કરી, કલપીનું દાન હું ન લેઉં કદી;
હડકી ફડકી ચડકી ચાલિયા, તેહને વાળિયા દીનતા વાણી વદી. આકરે ।। ૪ ।।
પછી આવીને પૂછ્યું એહ અંગને, કહે આંસુ આવ્યાનું કારણ સહિ;
ત્યારે તે કહે અભાગ્ય શી અર્ધા અંગની, જે બ્રાહ્મણને અર્થે આવ્યું નહિ. આકરે ।। ૫ ।।
એવું સુણી દ્વિજ પલટીને થયા, તિયાં પ્રગટ પુરુષોત્તમરૂપ રે;
નિષ્કુળાનંદનો નાથ ગાથ કહે, માગ્ય માગ્ય માગ્ય મુજ પાસથી ભૂપ રે. આકરે ।। ૬ ।।