રાગ:-સિંધુ

રાણી વાણી જાણી તાંણી તીખી કહે, કાઢ કાઢ કાઢ કરવાળ તારી;

ગ્રહે અતિ ગાઢ ગાઢ ગાઢ મને, વાઢ વાઢ વાઢ વળી મુંડ મારી.  રાણી ।। ૧ ।।

રખે અડર નર ડરે ડરતો, થરથરથર કર કરીશ મા જો;

ધરી ધીર શરીર શૂરવીર થઈ, નાથ હાથ વાળતા દિલે ડરીશ મા જો.  રાણી ।। ૨ ।।

ત્યારે અચાનક ચાનક ચિત્તે ચડી, દડવડી ડગ ભરી દોટ દીધી;

અતિ વિકરાળ કરવાળ જવાળ જેવી કહીએ, તે ભૂપાળ ઉતાળ તતકાળ લીધી.  રાણી ।। ૩ ।।

કાઢ્યું ખડગ થડક ધડક નથી, થડક થડક તે થડક ટળી;

ફડક ફડક ફડકતી નથી, ઝડક ઝડક કહે મને માર વળી.  રાણી ।। ૪ ।।

તીખી તરવાર માર માર માર કરે, ધારે ધારે ધારે ધીરજ ન રહે;

તારે તારે તારે તારા ભણે, માર માર માર એમ સ્વમુખે કહે.  રાણી ।। ૫ ।।

સુર નર સાથ સાથ સાથ મળ્યા, પાથ પાથ પાથ પડે રડે રહ્યાં;

નિષ્કુળાનંદ અનાથનાથ નાથ, હાથે હાથ હાથ ગ્રહી લીધો છે તિયાં.  રાણી ।। ૬ ।।