ષોડશ પ્રકારે કરી પૂજા અતિજી, ધૂપદીપ કરી ઉતારી આરતિજી
પછી હાથ જોડી કરી વિનંતિજી, માગોમાગો મુજથી મોટા મહામતિજી
માગો કાંઈક મુજ પાસથી, તેહ આપું તમને આજ ।।
ત્યારે મુનિ બોલિયા, આપ્ય તારું સર્વે રાજ ।। ૨ ।।
પૂછ રાણી કુંવર તારાને, સહુ હોય રાજી રળિયાત ।।
તો મેં જે માગ્યું તે આપજયે, નહિ તો ન કર્ય મુખથી વાત ।। ૩ ।।
રાજય દઈને રાંક થાશો, નહિ મળે અંબર અન્ન આહાર ।।
અણતોળ્યું દુઃખ આવશે, નહિ રહે સત્ય કેરો વિચાર ।। ૪ ।।
ત્યારે રાય રાણી કુંવરે, કર્યો એમ વિચાર ।।
આપો સહુ રાજય એહને, રાખો સત્ય નિરધાર ।। ૫ ।।
ત્યારે રાય કહે છે ઋષિને, આપ્યું રાજય સાજ સર્વે સમૃદ્ધિ ।।
ત્યારે ઋષિ બોલિયા જોઈએ, તેહ ઉપર દક્ષિણા દીધિ ।। ૬ ।।
ત્યારે રાય બોલિયા, દેશું સુવર્ણ ત્રણ ભાર ।।
ત્યારે ઋષિ કહે આપ્ય હમણાં, મ કર્ય વેળ લગાર ।। ૭ ।।
રાજય સાજ સમૃદ્ધિ મારી, એથી બા’ર હોય કાંય તુજતણું ।।
આપ્ય તે ઉતાવળું, એમ ઘાંઘો કીધો ઘણું ।। ૮ ।।
ત્યારે રાય કહે આ રાજયમાં તો, અમારું નથી અણુંભાર ।।
કુંવર રાણી આ દેહ મારું, એ છે દીધાં થકી બા’ર ।।૯।।
ત્યારે રાય ઋષિને કહે, વેચી અમને ધન લઈયે ।।
નિષ્કુળાનંદ ત્યારે ઋષિ કહે, ચાલો સહુ કાશીએ જઈયે ।।૧૦।।