નથી હરિજનને ધીરજ સમ ધનજી, કામ દામ આવે એ દોયલે દનજી

જયારે જન કરે હરિનું ભજનજી, તેમાં બહુ આવે વિપત વિઘનજી

વિઘન આવે વણ ચિંતવ્યાં, સુર અસુર ને નર થકી ।।

જોખમ ન થાય જન જેમ, તેમ વાત કરવી નકી ।। ૨ ।।

આદ્ય અંતે મધ્ય માંય, ભકતે સુખ શું શું ભોગવ્યું ।।

સહી સંકટ ભજયા શ્રીહરિ, એમ ચારે જુગમાંયે ચવ્યું ।। ૩ ।।

ભકત થાવું ભગવાનનું, રાખી વિષયસુખની આશ ।।

બેઉ કામ ન બગાડિયે, થાઈએ ખરા હરિના દાસ ।। ૪ ।।

અતિ મોટું કામ આદરી, વળતો કરિયે વિચાર ।।

એ તો અરથ આવે નહિ, વળી ઠાલો ખોવાય કાર ।। ૫ ।।

કાર જાયે ને કામ ન થાયે, વળી જાયે ખાલી ખેપ ।।

એવું કામ આદરતાં, કહો કેને આવ્યું ઠેપ ।। ૬ ।।

માટે તાવે ઘાવ જેમ ઘણના, ઘણા લગાડે છે લુહાર ।।

તક ચૂકે જો તા તણી, તો સાંધો ન થાયે નિરધાર ।। ૭ ।।

જોને મોરે જેવું એ મોંઘુ હતું, એવું મોંઘુ નથી જો આજ ।।

પ્રહલાદની પેઠે આપણને, નથી કસતા મહારાજ ।। ૮ ।।

પેખો ભકત પ્રહલાદને, જે જે પડિયાં એને દુઃખ ।।

વેઠી બહુ કહું વિપત્તિ, રહ્યા હરિની સનમુખ ।।૯।।

એકાએક વિવેકે ટેક, એવું કામ એણે આદર્યું ।।

નિષ્કુળાનંદ કે’ નાથે તેનું, ઘણું ઘણું ગમતું કર્યું ।।૧૦।।