રાગ :- ધોળ ‘લટકાળા તારે લટકે રે, લેરખડા’
સાચા સંતના અંગ એંધાણ રે, જોઈ લેવા જીવડિયે ।।
જેને મળવે માન્યું કલ્યાણ રે, તેને જોવા ઘડી ઘડિયે ।। ૧ ।।
ખાતા પીતા જોતા જણાશે રે, આશય એના અંતરની ।।
ઊઠે બેસે બોલે કળાશે રે, પાસે વસતા એ નરની ।। ૨ ।।
હશે હારદ હૈયાં કેરું રે, વણ કહ્યે પણ વરતાશે ।।
જેમ જેમ છપાડશે ઘણેરું રે, તેમ તેમ છતું થાશે ।। ૩ ।।
ખાય ખૂણે લસણ લકી રે, તે ગંધ કરે છુપાવાનું ।।
કહે નિષ્કુળાનંદ વાત નક્કી રે, જેમ છે તેમ જણાવાનું ।। ૪ ।।