મળી મહારાજને મુનિરાય, સહુ સુખ પામે સોય ।।

સહુએ કહ્યું દષ્ટાંતની માંય, જાણો કાચ ભૂમિ હોય ।। ૧ ।।

હોય કાચના સર્વે આકાર, રવિ શશી તારા વળી ।।

વળી તેજ તેજ ત્યાં અંબાર,  રહે બહુ ઝળમળી ।। ૨ ।।

મળી  પૂરણ  દીસે  પ્રકાશ,  એકરસ  તેજ  એવું ।।

એવો ધામમાં છે ઉજાસ, એ વિના કહિયે કેવું ।। ૩ ।।

કે’વું કેડે  નથી હવે કાંય, સમજો તો સમજો સાને ।।

સાને  નિષ્કુળાનંદ ગાય, જેને આવ્યું એવું પાને ।। ૪ ।।