સોઈ સુખ મળવાને કાજ, મોટા મનમાંય ઇચ્છે ।।
ઇચ્છે ભવ બ્રહ્મા સુરરાજ, મળવા મનમાં રહે છે ।। ૧ ।।
રહે છે આશા એવી મનમાંય, મને મહાસુખ લેવા ।।
લેવા આનંદ ઇચ્છા સદાય, દલમાંઈ ઇચ્છે દેવા ।। ૨ ।।
દેવા ઉપમા એહને એક, જોતાં બીજી જડતી નથી ।।
નથી છાની એ વારતા છેક, કહેવાય છે કથી કથી ।। ૩ ।।
કથી કહ્યું એ ધામનું સુખ, વરણવી વળી વળી ।।
વળી નિષ્કુળાનંદ કે’ શ્રીમુખ, દુઃખ જાય એને મળી ।। ૪ ।।