ડોરી  દેખી મ ડગાવો દિલ, સમજીને સંગ કરો રે ।।

સારા સંત ઓળખી અવલ,  મન કર્મ વચને વરો રે ।। ૧ ।।

દેખી ઉપરનો આટાટોપ,  મને રખે મોટા માનો રે ।।

એ તો ફોગટ ફૂલ્યો છે ફોપ, સમજો એ સંત શાનો રે ।। ૨ ।।

જેને જાણજો જગ મોટાઈ,જડાણી જીવ સંગે રે ।।

તેને મોટા માનો જગ માંઈ, ખોટા છે મોક્ષ મગે  રે ।। ૩ ।।

જોને શુકજી ને જડભરત, કો’કેણે મોટા જાણ્યા રે ।।

હતા નિષ્કુળાનંદ એ સમર્થ, પછી સહુએ પરમાણ્યા  રે ।। ૪ ।।