કહેશો હરે ફરે નર આપ, મૂવા તેને કેમ કહિયે રે ।।

તે તો પૂંછ હલાવે છે સાપ, ઘડીવાર જીવ ગયે રે ।। ૧ ।।

પણ પિંડમાંયે નથી પ્રાણ, જરૂર જાણી લેજો રે ।।

જોઈ એના અંગનાં એંધાણ, પછી ડરી દૂર રહેજો રે ।। ૨ ।।

કાપ્યું તરુ કાઢે છે કૂંપળ, સરે  પણ સૂકી જાશે રે ।।

તેમ નર કરે કોટિ કળ, અંતે તે ઉઘાડું થાશે રે ।। ૩ ।।

કહો કપટ કેટલા દિન, નર એહ રાખી રહેશે રે ।।

કહે નિષ્કુળાનંદ સહુ જન, જેમ હશે તેમ કહેશે રે ।। ૪ ।।