એવા જન જીવતા જરૂર, મૂવા છે માની લેજો રે ।।

દેખી દુગર્ંધને રહેજો દૂર, આભડછેટ એ તો છે જો રે ।। ૧ ।।

કાઢ્યા વિના નહિ સૂઝે કામ, સૂતક એ શીદ રાખો રે ।।

બાળી જાળી ટાળો એનું ઠામ, વાની વહેતે જળે નાખો રે ।। ૨ ।।

ઘણું રાખતાં એ ઘરમાંય, સૂણી  કે સડી જાશે રે ।।

કાઢો વેળ્ય  મ કરજો કાંય, ઘણું રાખ્યે ગંધ્ય થાશે રે ।। ૩ ।।

કેડે કરવી નહિ તેની કાંણ,  ખરખરો  ખોટો ખોળી  રે ।।

કહે નિષ્કુળાનંદ સુજાણ, કહ્યું મેં તપાસી તોળી રે ।। ૪ ।।