નક્કી વાત છે એ નિરધાર, જૂઠી જરાય નથી ।।

સહુ  અંતરે  કરો  વિચાર,  ઘણું  શું  કહુ  કથી ।। ૧ ।।

એક જમતાં બોલિયો શંખ,  અસંખ્યથી શું સર્યું ।।

એક જમીને બોલ્યો નિઃશંક, યમુના જાવા કર્યું ।। ૨ ।।

એમ એક પૂજયે પૂજયા સહુ, સેવ્યે સહુ સેવિયા ।।

માટે  ઘણું  ઘણું  શું  કહું,  ભેદ  ભકતના  કહ્યા ।। ૩ ।।

હવે એવા વિના જે અનેક, જગતમાં જે કહીએ ।।

કહે નિષ્કુળાનંદ વિવેક, સેવ્યે સુખ શું લહીએ ।। ૪ ।।