અન્ન ધન ગયે મળે અન્ન ધન, વસ્ત્ર ગયે વસ્ત્ર મળે ।।
ગયે ભવન મળે ભવન, દિન ગયે દિન મળે ।। ૧ ।।
રાજ ગયે આવી મળે રાજ, સાજ સમાજ સહી ।।
પણ ગઈ મળે નહિ લાજ, કહેવાની હતી તે કહી ।। ૨ ।।
લાજ ખોઈને કરવું કાજ, એ તો અકાજ ખરું ।।
મર મળે ત્રિલોકીનું રાજ, ઘોળ્યું પરહરો પરું ।। ૩ ।।
બેઠી બદલામી જેને શીશ, ટળે નહિ કોઈ પળે ।।
કહે નિષ્કુળાનંદ વસાવીશ, લખાય છે કાગળે ।। ૪ ।।